આઝાદીના ૭૫ વર્ષમાં પ્રથમ વખત ભરૂચ જીલ્લાના આલિયાબેટ ખાતે સરકારી અમલદારે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો
(પ્રતિનિધી) ભરૂચ, આઝાદીના ૭૫ વર્ષમાં પ્રથમ વખત ભરૂચ જીલ્લાના આલિયાબેટ ખાતે સરકારી અમલદારે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હોવાની ઐતિહાસિક ક્ષણ જન્મી છે.ભરૂચ જીલ્લાના દહેજ મરીન પોલીસ મથકના પીઆઈએ આલિયાબેટ ખાતે ધ્વજવંદન કરી ઈતિહાસ રચ્યો છે.અલિયાબેટના રહીશોમાં ખુશી સાથે દેશભક્તિની ભાવના સાથે પરિવારો રાષ્ટ્રીય પર્વમાં ભાગ લીધો હતો.
નર્મદા નદીના સંગમ સ્થાન પર આવેલા આલિયાબેટ ટાપુ અગાવ ઝીંગા તળાવની કલંકને લઈ બદનામીની ચાદર ઓઢી હતી.જાેકે તંત્ર દ્વારા આલીયાબેટ પર અનૈતિક પ્રવૃત્તિને ડામી દેવામાં આવી છે.ત્યારે જ્યાં કોઈપણ જાતની સરકારી મૂળભૂત સુવિધા નથી. એવા આલીયાબેટ ટાપુમાં ૭૪માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રતિ વર્ષ સાદગીથી શાળાકીય બાળકો દ્વારા કરવામાં આવતી હતી.આઝાદીના ૭૫ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત આલિયાબેટ ખાતે ભરૂચ જીલ્લા પોલીસ વિભાગના દહેજ મરીન પોલીસ દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હતી.આલીયાબેટ ટાપુ ખાતે દહેજ મરીન પોલીસ મથકના મહિલા પી.આઈ પ્રકૃતિ ઝબકારએ તિરંગો લહેરાવી રાષ્ટ્રીય પર્વની દબદબાભેર ઉજવણી કરી હતી.
આ ઐતિહાસિક ક્ષણમાં આલિયાબેટના કચ્છી ફકીરાણી જત કબીલાવાસી સહ પરિવાર જાેડાઈને રાષ્ટ્રીય પર્વની ઉજવણીના સાક્ષી બન્યા હતા.કબીલા મુખી મહંમદ જટએ જણાવ્યું હતું કે આજે જાણે દેશના રાષ્ટ્રીયમાં પ્રથમ વખત તંત્રએ અમને યાદ કરી સામેલ કર્યા છે.ત્યારે આઝાદીના ૭૫ વર્ષમાં પ્રથમ વખત આલિયાબેટ ખાતે કોઈ પણ સરકારી અધિકારી દ્વારા આવી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરતા ધ્વજવંદન કર્યું હોય એવી આ પ્રથમ ક્ષણ છે.આલિયાબેટ માનવ વસાહતમાં ઈતિહાસમાં સૌ પ્રથવાર કોઈ સરકારી અધિકારી-પોલીસ અધિકારી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.