Western Times News

Gujarati News

યહૂદી મંદિર પર આતંકી હુમલામાં ૮થી વધુનાં મોત

Israeli security forces at the scene of a shooting attack in Neve Yaakov, Jerusalem, January 27, 2023. Photo by Olivier Fitoussi/Flash90

હુમલાખોરોને ઠાર મારવામાં આવ્યા હતા, તો ગાજામાં હમાસના પ્રવક્તાએ કહ્યું કે, જેનિન પર જે કબજાે કરવામાં આવ્યો છે આ એનો જવાબ છે

જેરુશલેમ,  જેરુશલેમ પાસે આવેલા એક યહૂદી મંદિર પર ગોળીબાર થયો હતો. આ ગોળીબારની ઘટનામાં ૮થી વધુ લોકોનાં મોત અને ૧૦ લોકો ઘાયલ થયા હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. જાે કે, આ ઘટના બાદ હુમલાખોરોને ઠાર મારવામાં આવ્યા હતા. ઈઝરાયલના વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી હતી.

ઈઝરાયલે આ ઘટનાને આતંકી હુમલો ગણાવ્યો છે. શરુઆતમાં ઈઝરાયલની એમ્બ્યુલન્સ સેવાએ મૃતકોની સંખ્યા પાંચ બતાવી હતી અને કહ્યું હતું કે, અન્ય પાંચ લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે. પરંતુ આ આંકડો વધ્યો હતો. ગોળીબાર બાદ ઘાયલોને તરત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જેમાં એક ૭૦ વર્ષીય મહિલાનો પણ સમાવેશ છે. જે લોકો ઘાયલ થયા છે તેમની તબિયત નાજુક છે. ઈઝરાયલ પોલીસે આ ઘટનાને આતંકી હુમલો ગણાવ્યો છે અને કહ્યું કે, પૂર્વ જેરુશલેમના કસ્બાવાળા યહૂદી વિસ્તારમાં નેવે યાકોવમાં આ ઘટના બની છે.

ગાજામાં હમાસના પ્રવક્તા હજેમ કાસીમે કહ્યું કે, આ ઓપરેશન જેનિનમાં કબજાે મેળવ્યો એનો જવાબ છે. આ હુમલાની ફિલિસ્તાની ઈસ્લામિક જિહાદે પ્રશંસા પણ કરી હતી, પરંતુ હુમલાનો દાવો નહોતો કર્યો. અમેરિકાએ પણ આ ઘટનાની નિંદા કરી છે. ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલ-ફિલિસ્તાની વચ્ચે ખૂની સંઘર્ષ ચાલી રોકાવાનું નામ જ લઈ રહ્યો નથી.

ઈઝરાયલી સેના અને ફિલિસ્તાન વચ્ચે ગુરુવારે એક હિંસા થઈ હતી અને તેમાં ૯ ફિલિસ્તાનીઓનાં મોત થયા હતા. આ ઘટના બાદ ઈઝરાયલની સેનાએ કહ્યું કે, કોઈ પણ નિર્દોષની હત્યા કરી નથી પણ તેઓ જેનિનમાં ઈસ્લામિક જિહાદ આતંકવાદી સંગઠનથી સંબંધિત આતંકવાદીના એક ગ્રુપને પકડવા માટે ગયા હતા.

એક નિવેદનમાં ઈઝરાયલની સેનાએ કહ્યું કે, અમે ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. ઈઝરાયલ દ્વારા સતત હુમલા પર ફિલિસ્તાનના પ્રધાનમંત્રી મુહમ્મદ શતયેહે સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોને સુરક્ષા માટે હસ્તક્ષેપ કરવાની વાત કરી છે.

તો ત્યાંના એક સ્થાનિક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઈઝરાયલ આર્મીના જવાનો ૨૬ જાન્યુઆરીના રોજ જેનિનિ રેફ્યુજી કેમ્પની અંદર અસામાજીક તત્વોને પકડવા માટે પહોંચી હતી. જાે કે, ત્યાં હાજર ફિલિસ્તાનીઓએ હુમલો કર્યો હતો. ફિલિસ્તાનીઓએ અચાનક ગોળીબાર કરી દીધો હતો. જે બાદ ઈઝરાયલની સેનાએ જવાબી કાર્યવાહી હાથ ધરી હતી. SS1DP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.