વાન ચાલકોની હડતાલને લીધે દિવ્યાંગ વાલી સંતાનોને મુકવા સ્કુલે પહોંચ્યા
(તસવીર : જયેશ મોદી) અમદાવાદ : અમદાવાદ શહેરમાં આરટીઓના અધિકારીઓ દ્વારા શરૂ કરાયેલી ઝુંબેશમાં અધિકારીઓ વાહનોના ચાલકોને હેરાન કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહયો છે જેની વિરૂધ્ધમાં વાન અને સ્કુલ રીક્ષાના ચાલકોએ હડતાલ પાડવાનો નિર્ણય લેવાયો હતો અને તે મુજબ આજે સવારથી સ્કુલના વાહનોના ચાલકો હડતાલ પર ઉતરી જતાં વાલીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતાં..
ખાસ કરીને ગૃહિણીઓએ ઘરકામ પડતું મુકીને સંતાનોને મુકવા શાળાએ જવુ પડયું હતું કેટલાક વાલીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતાં વાલીઓને બાનમાં લેનાર સ્કુલવાનના ચાલકો સામે વાલીઓમાં ભારે રોષ ફેલાયો હતો તસ્વીરમાં એક દિવ્યાંગ વાલી પોતાના સંતાનોને એÂક્ટવા પર સ્કૂલે મુકવા જતા નજરે પડે છે આવા દ્રશ્યો પણ આજે રસ્તા પર જાવા મળતા હતાં.