યુરિક એસિડ વધવાથી આવી શકે છે હાર્ટ અટેક
નવી દિલ્હી, ગાઉટએ સાંધા સાથે જાેડાયેલી એક ગંભીર સમસ્યા છે, જે આર્થરાઇટિસની માફક જ હોય છે. આ બીમારીમાં તમારા સાંધામાં દુઃખાવો, સોજા, ગંભીર દર્દ અને લાલ ચકામા થઇ જાય છે. ગાઉટની સમસ્યા એવા સમયે થાય છે જ્યારે તમારાં લોહીમાં યુરિક એસિડવધવા લાગે છે. ગાઉટનું દર્દ એટલું પીડાદાયક હોય છે જેના કારણે હરવા-ફરવા કે ઉઠવા-બેસવામાં પણ મુશ્કેલી થઇ શકે છે.
એક નવા રિસર્ચમાં ગાઉટના કારણે સ્ટ્રોક અને હૃદયરોગના હુમલાનું જાેખમ હોવાનું સામે આવ્યું છે. હાર્વર્ડ હેલ્થના એક રિપોર્ટ અનુસાર, ત્નછસ્છમાં પ્રકાશિત એક અધ્યયનમાં વૈજ્ઞાનિકોએ માન્યું કે, ગાઉટ અટેકના કરણે તમને આગામી બે મહિનામાં હાર્ટ અટેક અથવા સ્ટ્રોકનું જાેખમ વધી જાય છે.
નિષ્ણાતોએ ગાઉટનું નિદાન કરતા ૬૨૦૦૦થી વધુ લોકો પર અધ્યયન કર્યુ. તેઓએ નોંધ્યું કે, ગાઉટની સમસ્યા ગંભીર હોવાના ચાર મહિનાની અંદર ૧૦,૦૦૦ દર્દીઓએ સ્ટ્રોક અથવા હાર્ટ અટેકનો સામનો કર્યો. ગાઉટ એક એવી દર્દનાક સ્થિતિ છે, જે લોહીમાં યુરિક એસિડ લેવલ વધવા પર થાય છે.
હકીકતમાં જયારે યુરિક એસિડ લેવલ વધી જાય તો આ પદાર્થ નાના ક્રિસ્ટલ બનાવે છે, જે સાંધામાં જમા થઇ જાય છે, જેના કારણે સાંધામાં દુઃખાવો થાય છે. યુરિક એસિડ લેવલ વધવાના અન્ય ગંભીર નુકસાન પણ છે. અમુક રિસર્ચ અનુસાર, હાઇ યુરિક એસિડ લેવલના કારણે હાઇ બ્લડપ્રેશર અને ડાયાબિટિસનું જાેખમ પણ રહે છે, જે હૃદયરોગનો હુમલો અને સ્ટ્રોકના પ્રમુખ કારણોમાંથી એક છે.
યુરિક એસિડના ક્રિસ્ટલ કિડનીમાં પણ જમા થઇ શકે છે, જેના કારણે કિડનીમાં પથરી થતી હોય છે. આનાથી સ્યૂડોગાઉટનું જાેખમ પણ રહેલું છે. આ એવી સ્થિતિ છે જેમાં કેલ્શિયમના ક્રિસ્ટલ સાંધામાં જમા થઇ જાય છે. પ્યૂરિનથી ભરપૂર ખાદ્ય પદાર્થો ખાવાથી શરીરમાં યુરિક એસિડની માત્રા વધે છે. પ્યૂરિનવાળા ખાદ્ય પદાર્થોમાં એન્કોવી, નટ્સ અને લિવર, કિડની અને સ્વીટબ્રેડ જેવા ખાદ્ય પદાર્થો સામેલ છે.
ઘણીવાર વધારે માત્રામાં શરાબનું સેવન કરવાથી પણ યુરિક એસિડ બને છે. હાર્વર્ડ હેલ્થ અનુસાર, ગાઉટ અથવા યુરિક એસિડથી બચવા માટે હેલ્ધી ડાયટ લો, જેમાં પ્યૂરિનની માત્રા ઓછી હોય. દિવસમાં ૮થી ૧૦ ગ્લાસ પાણી પીવો, આલ્કોહોલનું સેવન ના કરો.
વજનને નિયંત્રણમાં રાખો, જાે મેદસ્વિતાની પરેશાની હોય તો યોગ્ય એક્સરસાઇઝ અને ડાયટ લો. જ્યાં સુધી અન્ય કોઇ વિકલ્પ ઉપલબ્ધ ના હોય, ત્યાં સુધી મૂત્રવર્ધક (પાણીની ગોળીઓ)નો ઉપયોગ ના કરો. હાર્વર્ડ હેલ્થ અનુસાર, પ્લાન્ટ બેઝ્ડ ફૂડ ખાવ જેમ કે, શાકભાજી અને ફળો, મેદાનું સેવન ઓછું કરો અને સાબુત અનાજનું સેવન વધારે માત્રામાં કરો. સેચ્યુરેટેડ ફેટ જેમ કે લાલ માસનું સેવન ઘટાડો.
આ સિવાય ચિકન, ટર્કી, માછલી અને ટોફૂનું સેવન કરો. કેલ્શિયમથી ભરપૂર ખોરાકથી ગાઉટ અટેકને ઘટાડવામાં મદદ મળી શકે છે. વિટામિન સી યુરિક એસિડ લેવલમાં ઘટાડો કરે છે. ગાઉટથી પીડિત લોકોએ પોતાના આહારમાં ખાટા ફળો જેમ કે, સ્ટ્રોબેરી અને મરચા ખાવા જાેઇએ.SS1MS