Western Times News

Gujarati News

પિતા અને પતિ કેએલ રાહુલ સાથે ખૂબ નાચી હતી આથિયા

મુંબઈ, સુનીલ શેટ્ટીની પુત્રી અને અભિનેત્રી આથિયા શેટ્ટી લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. તેણે ૨૩ જાન્યુઆરીએ ખંડાલાના ફાર્મહાઉસમાં ક્રિકેટર કેએલ રાહુલ સાથે સાત ફેરા લીધા છે. સુનીલ શેટ્ટીએ કહ્યું કે આથિયા શેટ્ટી અને કેએલ રાહુલનું રિસેપ્શન મે મહિનામાં IPL પછી થશે. સુનીલ શેટ્ટીએ સ્પષ્ટ કર્યું કે આ ફંક્શન IPL પછી જ થશે. ક્રિકેટના શેડ્યૂલને કારણે બોલિવૂડ અને રમતગમતની હસ્તીઓ માટેની પાર્ટી મોકૂફ રાખવામાં આવી છે.

આથિયા શેટ્ટીએ ૨૩ જાન્યુઆરીએ બોયફ્રેન્ડ અને ક્રિકેટર કેએલ રાહુલ સાથે લગ્ન કર્યા હતા. જ્યાં સુનીલ શેટ્ટી લગ્ન બાદથી લગ્નની વિધિઓની સુંદર તસવીરો શેર કરી રહ્યો છે, ત્યારે આથિયાએ પણ કેટલીક ન જાેઈ હોય તેવી તસવીરો શેર કરી છે.

આથિયાએ પિતા સુનીલ શેટ્ટી અને કેએલ રાહુલ સાથે લગ્નમાં ધૂમ મચાવી હતી, જેની ઝલક તસવીરોમાં જાેઈ શકાય છે. અથિયાની આ તસવીરો લગ્નના એક દિવસ પહેલા યોજાયેલી મહેંદી સેરેમનીની છે.

કહેવામાં આવી રહ્યું છે કે રિસેપ્શનમાં ત્રણ હજાર મહેમાનો આવશે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચનથી લઈને શાહરૂખ ખાન, સલમાન ખાન, અજય દેવગણ અને અક્ષય કુમાર સુધી ઘણા સેલેબ્સને આમંત્રણ આપવામાં આવ્યું છે.

માત્ર રિસેપ્શન જ નહીં પરંતુ આથિયા શેટ્ટી અને કેએલ રાહુલનું હનીમૂન પણ મોકૂફ રાખવામાં આવ્યું છે. E times અનુસાર, અથિયા અને કેએલ રાહુલે વ્યસ્ત શેડ્યૂલને કારણે હાલ તેમનું હનીમૂન રદ કર્યું છે. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ છેલ્લા ૪ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. પરંતુ તેઓએ ૨૦૨૧માં ફિલ્મ ‘તડપ’ના સ્ક્રિનિંગમાં તેમના સંબંધોને ઓફિશિયલ બનાવ્યા હતા.

આથિયાના ભાઈ અહાને આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મના સ્ક્રિનિંગ સમયે આથિયા અને કેએલ રાહુલ એકસાથે પ્રવેશ્યા અને મીડિયા માટે પોઝ આપ્યો. ત્યારથી આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ એકસાથે ફરવા લાગ્યા. તેઓ સોશિયલ મીડિયા પર એકબીજા સાથે રોમેન્ટિક તસવીરો પણ શેર છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.