ક્રિકેટ રમતા યુવાનને હાર્ટ એટેક આવ્યો અને ઢળી પડ્યો
રાજકોટ, રાજકોટ શહેરમાં એક આઘાતજનક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ક્રિકેટમાં બેટિંગ કરતી વખતે રમતા એક વ્યક્તિને માથામાં બોલ વાગ્યો હતો. જે બાદ તેણે રનર રાખીને ૨૨ રન કરી દીધા હતા. જે બાદ તે પોતાની કારમાં બેસીને મેચ જાેઇ રહ્યો હતો એ દરમિયાન જ હાર્ટ એટેક આવ્યો અને ઢળી પડ્યો હતો. જે બાદ યુવાનને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો પરંતુ તેણે ડોક્ટરે મૃત જાહેર કરી દીધો હતો.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, મૃતક રવિ વેગડા રવિવારે સવારે મિત્રો સાથે રેસકોર્સ મેદાનમાં ક્રિકેટ રમવા ગયો હતો. આ લોકો ટેનિસ બોલથી ક્રિકેટ રમી રહ્યા હતા. રવિ જ્યારે ક્રિકેટ રમી રહ્યો હતો ત્યારે તે ટેનિસનો બોલ વાગ્યો હતો. જે બાદ તેને શ્વાસ પણ ચડ્યો હતો.
જેના કારણે તેણે રનર રાખ્યો હતો. જે બાદ પણ તેણે ક્રિકેટ રમવાનું ચાલુ કર્યુ હતુ અને ૨૨ રન બનાવી દીધા હતા. જે બાદ તે ટીમના અન્ય સભ્યો સાથે બેઠો હતો. આ દરમિયાન તેને છાતીમાં દુખાવો થતા પોતાની કારમાં જઇને બેસીને મેચ જાેઇ રહ્યો હતો. અચાનક જ રવિ કારમાંથી નીચે પડ્યો હતો અને બેશુદ્ધ બની ગયો હતો. આ જાેઇને તેના મિત્રો દોડીને આવી ગયા હતા અને છાતી પર પમ્પિંગ કર્યુ હતુ.
પરંતુ તેને સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યુ હતુ. રવિ વેગડા મોાબઇલ કવરનો ધંધો કરતો હતો. પરિવારમાં તેને બે સંતાન છે. જાેકે, આ સમાચાર મળતાની સાથે જ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.SS1MS