અમદાવાદ, ગાંધીનગરમાં ગાઢ ધૂમ્મસની ચાદર છવાઈ
અમદાવાદ, અમદાવાદમાં કમોસમી વરસાદ સાથે વહેલી સવારે ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય જાેવા મળ્યુ. ધુમ્મસના કારણે વાહન વ્યવ્હારને અસર થઈ છે. તો વળી એક્સપ્રેસ હાઇવે અને નેશનલ હાઇવ ઓથોરિટીએ લોકોને દાણ કરી ચાવસેત રહેવા અપીલ કરી છે.
ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગર સહિત મોટાભાગના શહેરોમાં આજે ધૂમ્મસની ચાદર છવાઈ જતાં વિઝિબિલિટી લગભગ શૂન્યએ પહોંચી ગઈ હતી. સવારના ૭ વાગ્યે પણ રાત જેવો જ માહોલ દેખાઈ રહ્યો હતો અને રોડ પર વાહનો ચલાવવામાં તો એટલી હદે તકલીફ પડી રહી હતી કે લગભગ ૫થી ૧૦ ફૂટ પણ જાેવામાં ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો.
અમદાવાદ શહેરની તો એવી હાલત થઈ ગઇ હતી કે જ્યાં જુઓ ત્યાં બસ ધૂમ્મસ જ ધૂમ્મસ દેખાઈ રહ્યું હતું. વાહનો ચલાવવા મુશ્કેલ થઈ ગયા હતા. હાઈવે પર પણ લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.HS1MS