પ્રજાસત્તાક દિને મહિલાસંગઠન દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃતિઓ યોજાઈ
(પ્રતિનિધિ) મોડાસા, ૨૬ જાન્યુઆરી આપણા રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે ગુજરાત પટની સુન્ની જમાત કવમે બવાહીર મહિલા ફેડરેશન ના સહયોગથી નવ ૯ જમાતના મહિલા મંડળે વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કર્યું મહિલા ફેડરેશનના પ્રમુખ અસ્માબેન પટ્ટીવાલા એ જણાવ્યું કે બાળકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધારવા અને બાળકોને પ્રોત્સાહીત કરવા માટે આ કાર્યક્રમનુંઆયોજન કરવામાં આવ્યું હતુ. તેમાં દેશભક્તિના ગીત ,?ચિત્ર વેશભૂષા લીંબુ ચમચી મેમરી ગેમ જેવી સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓ નું આયોજન મહિલા ફેડરેશન ના સહયોગથી દરેક ગામમાં મહિલા મંડળ ના પ્રમુખ જાહેદાબેનશેઠ મોડાસા નસરીન બેન વોહરા ધોળકા યાસ્મીન બેન કડિયાવાલા કડી ચાંદ બેન લાલા હિંમતનગર ફરહાના બેન વોહરા હરસોલ આરેફા બેન કાગડી મહેસાણા વીકારબેનવોહરા વિજાપુર તાહેરાબેન વહોરા વિરમગામ બિલકીસબેનવહોરા પાલનપુર ખૂબ જ સુંદર રીતે કર્યું હતું.
નાના ભૂલકાઓ એ દેશભક્તિ ના ગીત વેશભૂષા અને ચિત્રો દોરી આપણા શહીદોની યાદ તાજી કરાવી હતી તે ખરેખર બિરદાવવા જેવી હતી અને આનો શ્રેય દરેક માતાને જાય છે વધુમાં તેમને જણાવ્યું હતું કે દરેક માતાએ પોતાના બાળકોના ભણતર પ્રત્યે ખૂબ જાગૃત રહેવાની જરૂર છે આપણા બાળકોનું ઘડતર દિન અને દુન્યવી રીતે કરીશું તો કુટુંબ સમાજ અને સમગ્ર દેશ સુ શિક્ષિત બની આગળ આવશે આ સ્પર્ધાઓમાં મોડાસા-૮૦ વિજાપુર ૩૦ ધોળકા ૯૬ મહેસાણા ૬૦ વિરમગામ ૮૩ હરસોલ ૬૦ હિંમતનગર ૩૪ પાલનપુર ૪૨ કડી ૯૨ વિદ્યાર્થી ભાઈ બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈ આ પ્રોગ્રામને સફર બનાવ્યો હતો આ પ્રોગ્રામમાં એક થી ત્રણ નંબરે આવનારને મહિલા ફેડરેશન તરફથી ઇનામ આપવામાં આવ્યા હતા અને હરીફાઈમાં ભાગ લીધેલ ભાઈ બહેનોને આશ્વાસન ઇનામ મહિલા મંડળ તરફથી આપવામાં આવ્યા હતા સમાજના શુભ ચિંતક એવા કડીના વતની ડોક્ટર નાકેદાર સાહેબે આ કાર્યક્રમ સફળ બને તે માટે શુભેચ્છા પાઠવી હતી તે બદલ દરેક ગામના મહિલા મંડળે અને મહિલા મંડળ અને મહિલાફેડરેશનના હોદ્દેદારો અસમા બેન પટ્ટીવાલા આયેશાબેન વોહરા રાબિયા બેન મોલવી તાહેરાબેન વહોરા ફરહાનાબેન વોહરા એ ડોક્ટર નાકેદાર સાહેબ નો દિલથી આભાર વ્યક્ત કરી તેમની તંદુરસ્તી માટે દુવાઓ કરી હતી.