નડીયાદની બેસ્ટ સ્કૂલ માં ૭૪માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ
(પ્રતિનિધિ) નડીયાદ ૭૪ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી બેસ્ટ સ્કૂલ નડિયાદ ખાતે કરવામાં આવી હતી જેમાં વિવિધ સાંસ્કૃતિક અને દેશભક્તિના કાર્યક્રમો વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રમોત્સવમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને ખેડા જીલ્લા વેલ્ફેર એન્ડ એજ્યુકેશન સોસાયટી દ્વારા પ્રોત્સાહિત કરવા સન્માનિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતાકાર્યક્રમમાં સંસ્થાના કોર્ડીનેટર હફીઝભાઈ મલેકે સૌને આવકારી ૭૩ વર્ષ સુધી પ્રજાને મળેલી સત્તાઓમાં આપણે શિક્ષણમાં શું મેળવ્યું તેનું એનાલિસિસ કરવા જણાવ્યું પ્રજાને મળેલી સત્તાઓમાં શિક્ષણ ક્ષેત્રે સૌથી ઓછી સત્તાઓનો ઉપયોગ મુસ્લિમ સમાજે કર્યા હોવાનું જણાય છે એટલે જ ૭૩ વર્ષની લાંબી સફર બાદ પણ મુસ્લિમ સમાજમાં શિક્ષણની દયનીય પરિસ્થિતિ છે જેથી શિક્ષણ ક્ષેત્રે મળેલી સત્તાઓનો લાભ લેવો જાેઈએ એવી હાકલ કરી હતી.
આ પ્રસંગે વિદ્યાર્થીઓને પ્રેરણા મળી રહે તે માટે વિશેષ ઉપસ્થિતિ ગુજરાતમાં ડીસ્ક થ્રો શ્ શોર્ટપૂટમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર સાદીકા મીરે વિદ્યાર્થીઓના મનોબળને મજબૂત કરી તેઓની પ્રતિભા બહાર લાવવા અનુરોધ કરેલ હતો જ્યારે બીજા વિશેષ ઉપસ્થિતિ રમત ગમત અને વકૃત્વ સ્પર્ધામાં ખેડા જિલ્લામાં સરાહનીય દેખાવ કરનાર કુમારી નાઝનીન મલેકે વિદ્યાર્થીઓને તેઓના માતા પિતાએ વિદ્યાર્થીઓ પર રાખેલ વિશ્વાસને પૂર્ણ કરવા અનુરોધ કર્યું હતું પ્રાસંગિક પ્રસંગે મુખ્ય મહેમાન ગુજરાત રાજ્ય હજ કમિટીના મેમ્બર ફૈયાઝઅલી સૈયદે જણાવેલ કે ડૉ.બાબા સાહેબ આંબેડકરે આપેલ બંધારણમાં તમામ નાગરિકો માટે આપવામાં આવેલી સત્તાઓ થકી સરકારશ્રીની યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યું હતું.