Western Times News

Gujarati News

સમગ્ર ગુજરાતમાં ફરીથી એકવાર વધશે ઠંડીનું જોર

અમદાવાદ, બે દિવસ કમોસમી વરસાદ બાદ ફરીથી કડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આગામી ૨૪ કલાકમાં ફરીથી ઠંડીનું જાેર વધશે અને ૫ દિવસ સુધી તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આગાહી અનુસાર રાજ્યમાં મંગળવારથી ઉત્તર-પૂર્વીય પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે.

રવિવારે અમદાવાદમાં સતત બીજા દિવસે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે શહેરનું વાતાવરણ આહલાદક બન્યું હતું. સવારથી શરૂ થયેલો વરસાદનો દોર રાત સુધી ચાલુ રહ્યો હતો.

જાે કે, કમોસમી વરસાદના કારણે અનેક લગ્નપ્રસંગો બગડ્યા હતા. મોડી સાંજે કડાકા સાથે પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો. ઉપરાંત પશ્ચિમ વિસ્તારમાં પણ વરસાદે રમઝટ બોલાવી હતી. વરસાદી માહોલ અને રવિવારની રજા હોવાથી અનેક પરિવારો મોસમની મજા માણવા રસ્તા પર નીકળ્યા હતા.

ઉત્તર અને મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પણ રવિવારે કમોસમી વરસાદ વરસ્યો હતો. શનિવારે રાતે કડાકા-ભડાકા સાથે શરૂ થયેલા વરસાદે ઉત્તર ગુજરાતમાં કહેર મચાવ્યો હતો.

બનાસકાંઠામાં વીજળી પડવાથી ૧૫ અને સાબરકાંઠના ઈડરમાં બે મળી કુલ ૧૭ પશુનો મોત થયા હતા. જ્યારે ખેડબ્રહ્મા અને અંબાજીમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. બીજા દિવસે સવારે ધુમ્મસ ફેલાતા વિજિબિલિટી ઘટી જતા વાહનચાલકોને પણ મુશ્કેલીઓ થઈ હતી.

શનિ અને રવિવાર બે દિવસ સુધી પડેલી કમોસમી વરસાદથી બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ભારે ખાના-ખરાબી થઈ છે. ઉપરાંત આણંદ, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, ભાવનગરમાં હળવો વરસાદ પડ્યો હતો.

મધ્ય ગુજરાતમાં દાહોદ, છોટા ઉદેપુર જિલ્લાના કેટલાક વિસ્તારમાં સતત બીજા દિવસે પણ વરસાદી માવઠા પડ્યા હતા. આમ લોકો પહેલા વરસાદમાં પળડ્યા અને પછી ઠંડીમાં ઠુઠવાયા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.