Western Times News

Gujarati News

પેપરલીક કૌભાંડ: સરકાર લાવી શકે છે નવો કાયદો

અમદાવાદ, ગુજરાતમાં સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરો ફૂટવાની ઘટનામાં સરકાર હવે સક્રિય થઈ છે. સતત ૧૨ પેપર ફૂટતાં સરકારની નિષ્ફળતા સાબિત થતાં ૨૩મી ફેબ્રુઆરીથી શરૂ થનારા નવા બજેટ સત્રમાં પ્રથમ દિવસે જ સરકાર નવો કાયદો પસાર કરાવવાની ફિરાકમાં છે.

બિન સચિવાલય ક્લાર્ક, ન્ઇડ્ઢ, મહેસૂલી પંચાયતનાં તલાટી, હેડ ક્લાર્ક અને વન સંરક્ષક જેવી અસંખ્ય ભરતી કૌભાંડોમાં સંડોવાયેલા આરોપીઓ હાલમાં જામીન પર બહાર ફરી રહ્યાં છે. જેઓ ફરી પેપર લીક કૌભાંડમાં જાેડાય છે અને સરકારના હાથ બંધાયેલા રહે છે.

આ કેસમાં હવે સરકાર રાજસ્થાન અને યુપી સરકારના કાયદાનો અભ્યાસ કરી શકે છે. સૂત્રો જણાવી રહ્યાં છે કે, ૨ રાજ્યોના કાયદાનો અભ્યાસ કરવા માટે ટાસ્ક ફોર્સને સૂચનાઓ અપાઈ છે. રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં આ મામલે કડક કાર્યવાહી થાય છે.

વર્ષ ૨૦૧૮ માં LRD, બાદમાં ૨૦૧૯માં બિન સચિવાલય ક્લાર્કનું પપેર લીક થયુ ત્યારે GPSC, પોલીસ ભરતી બોર્ડ, ગૌણ સેવા પસંદગી બોર્ડ, પંચાયત સેવા પસંદગી મંડળ અને વિભાગીય ભરતી માટે રચાતા ટૂંકી મુદ્દતની કમિટી, મંડળોમાં સરકારી અધિકારીઓ, સરકાર દ્વારા રાજકીય સ્તરે નિયુક્ત થતા પદાધિકારીની જવાબદારી નક્કી કરી ફરજમાં બેદરકારી, સામેલગીરી સામે કાર્યવાહી કરવાની માંગણી ઉઠતી રહી છે.

નવા કાયદામાં ભરતીની પ્રક્રિયામાં સામેલ તમામ સરકારી, બિન સરકારી સભ્યોની બેપરવાહી સામે આકરી શિક્ષાની જાેગવાઈ દાખલ થશે એમ જાણવા મળ્યું છે. આમ પેપર લીક કૌભાંડમાં કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. અત્યારસુધીના પ્રકરણમાં રેલો ફક્ત પેપર ફોડનારા સુધી અટકી જાય છે અને મોટા માથાઓ બચી જાય છે. એટલે નવા કાયદામાં આ પ્રક્રિયા સાથે સામેલ અને સંડોવાયેલા સામે પણ કાયદેસરની તપાસ થશે.

વૈધાનિક અને સંસદિય બાબતો, ગૃહ, કાયદા, સામાન્ય વહિવટ વિભાગના તજજ્ઞોને ટીમને સરકારી, અર્ધસરકારી સંસ્થાઓમાં થતી ભરતીઓ માટેના પ્રશ્નપત્રમાં ગુપ્તતા જાળવવા તેના ભંગ સબબ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે નવો કાયદો બનાવવાનો ટાસ્ક સોંપાયો છે.

જે વિધેયક સરકાર વિધાનસભાના સત્રમાં રજૂ કરે તેવી સંભાવના છે. પેપર કૌંભાડમાં સરકારની આબરૂના ધજાગરા થતાં હોવાથી આ મામલે ભૂપેન્દ્ર પટેલ સરકાર કડક હાથે કામગીરી કરવા માગે છે. આ મામલે મુસદો તૈયાર થશે જેમાં આજીવન કેદની સજાની જાેગવાઈઓ સાથે આરોપીની સાધન સંપત્તિ પણ રાજ્યસાત કરવા જેવી કડક જાેગવાઈઓ સાથે નવો કાયદો બની શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.