Western Times News

Gujarati News

ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનને આઈબી વર્લ્ડ સ્કૂલ તરીકે માન્યતા મળી

Mr. Manan Choksi, Executive Director, Udgam School For Children (Left) addressing the media along with Mr. Mahesh Balkrishnan, IB - Recognition & Development Manager - India & Nepal

અમદાવાદ, ખૂબ જ અઘરી અને પસંદગીની આકરી ઓથોરાઈઝેશન પ્રક્રિયા બાદ ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનને સત્તાવાર રીતે આઈબી વર્લ્ડ સ્કૂલ તરીકે માન્યતા આપવામાં આવી છે. આ પ્રતિષ્ઠિત માન્યતા ન કેવળ શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે ઉદગમ શાળાની પ્રતિબદ્ધતા દર્શાવે છે, (Photo : Mr. Manan Choksi, Executive Director, Udgam School For Children (Left) addressing the media along with Mr. Mahesh Balkrishnan, IB – Recognition & Development Manager – India & Nepal)

પરંતુ શાળાને 2023-24 શૈક્ષણિક વર્ષથી શરૂ થતા ધોરણ 11 અને 12 માટે ઈન્ટરનેશનલ બેકલોરિયેટ કરિયર-રિલેટેડ પ્રોગ્રામ (આઈબીસીપી) ઓફર કરવાની પણ મંજૂરી આપે છે. આઈબીસીપી એ એસોસિયેશન ઑફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ (એઆઈયુ) દ્વારા ધોરણ 12ની લાયકાત તરીકે અને વિશ્વભરની ઘણી યુનિવર્સિટીઓ દ્વારા અંડરગ્રેજ્યુએટ ડિગ્રી પ્રોગ્રામ્સ માટે માન્ય છે.

ગુજરાત યુનિવર્સિટી, મુંબઈ યુનિવર્સિટી, અશોકા યુનિવર્સિટી, પ્લાક્ષા યુનિવર્સિટી, માનવ રચના યુનિવર્સિટી અને આઈઆઈએમ-ઈન્દોર સહિત ભારતની ઘણી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ તેમના અંડરગ્રેજ્યુએટ ડિગ્રી પ્રોગ્રામ્સ માટે આઈબીસીપી (ધોરણ 12ની લાયકાત તરીકે) પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓને સ્વીકારે છે.

ઉદગમ ખાતેનો આઈબીસીપી પ્રોગ્રામ એ ધોરણ 10નો અભ્યાસ પૂરો કરનાર વિદ્યાર્થીઓ માટે સૌથી નવો પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામ વિદ્યાર્થીઓને પડકારરૂપ અભ્યાસક્રમો અને વહેંચાયેલ સેવા-લક્ષી ઇવેન્ટ્સ દ્વારા શીખવા, અન્વેષણ કરવા અને વિકાસ કરવાની અપ્રતિમ તક આપે છે.

શાળાએ આઈબીસીપી માટે પ્રારંભિક કારકિર્દી ક્ષેત્ર તરીકે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પસંદ કર્યું છે, પરંતુ આવનારા વર્ષોમાં વિદ્યાર્થીઓની રૂચિના આધારે વધારાના કરિયર પ્રોગ્રામ્સને ધ્યાનમાં લેશે. આ અભ્યાસક્રમો આઈબી અભ્યાસક્રમના પ્રોજેક્ટ-આધારિત અભિગમો સાથે વાસ્તવિક-વિશ્વના પ્રાયોગિક શિક્ષણને સમાવિષ્ટ કરશે અને વિદ્યાર્થીઓને તેમની ભાવિ કારકિર્દી અને શૈક્ષણિક વ્યવસાયોમાં સફળતા માટે તૈયાર કરશે.

આ અંગે ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનન ચોક્સીએ જણાવ્યું હતું કે “આઈબીસીપીની અસરકારકતા વારંવાર પુરવાર થઈ છે. જે વિદ્યાર્થીઓએ આઈબીનો અભ્યાસ કર્યો છે તેઓ તેમના અભ્યાસમાં વધુ સારું પ્રદર્શન કરે છે, શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવે છે

અને સ્થાનિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક સમુદાયોના જવાબદાર સભ્યો બને છે. આઈબી અધિકૃતતા માટેની લાયકાતની પ્રક્રિયા સરળ નથી. તેના માટે સ્કૂલે વ્યાવસાયિકતા, કુશળતા અને એકંદર ગુણવત્તાના સંદર્ભમાં ચોક્કસ ધોરણો પૂર્ણ કરવા જરૂરી છે. ઉદગમ સમય કરતાં આગળ ચાલવામાં માને છે અને લગભગ 12 વર્ષ પહેલા સીબીએસઈ બોર્ડ પસંદ કર્યું હતું.”

 

આ અંગે મહેશ બાલકૃષ્ણન, આઈબી-રેકગ્નિશન એન્ડ ડેવલપમેન્ટ મેનેજર-ભારત અને નેપાળે જણાવ્યું હતું કે “આઈબીનો આ કરિયર-રિલેટેડ પ્રોગ્રામ વિદ્યાર્થીઓને સંભવિત કારકિર્દીના માર્ગો શોધવા, પોતાના જુસ્સા અને રસના વિષયો ઓળખવા, તેમના ઇચ્છિત પોસ્ટ-સેકંડરી ડિગ્રી પ્રોગ્રામ્સ સાથે અનુરૂપ અભ્યાસક્રમોનો અભ્યાસ કરવા અને ઈન્ડસ્ટ્રી રેડી બનવા માટે સ્કીલ્સ પ્રાપ્ત કરવા સક્ષમ બનાવે છે. આઈબીસીપી વિદ્યાર્થીઓને વિશ્વની કેટલીક શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવામાં મદદ કરશે. એટલું જ નહીં, તેમને ભવિષ્ય માટે તૈયાર કરવા માટે શૈક્ષણિક ચોક્સાઈ અને આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય પણ પ્રદાન કરશે. અમે વાલીઓ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ પણ યોજ્યો છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.