Western Times News

Gujarati News

CPVC પાઈપનાં ઉત્પાદકનાં એકમ પર ભારતીય માનક બ્યૂરોનો દરોડો

મેસર્સ ખોડલ પાઈપ, કઢવાડા, જીઆઈડીસી, અમદાવાદના પરિસરમાં દરોડો

અમદાવાદ,  ભારતીય માનક બ્યૂરોના અધિકારીઓની એક ટુકડીએ બ્યૂરો પાસેથી લાઈસન્સ લીધા વિના કંપનીના સીપીવીસા પાઈપના ઉત્પાદન, પેકિંગ અને ISI માર્કાનો ઉપયોગ કરાતો હોવાની  બાતમીના આધારે તારીખ 19-11-2019ના રોજ સીપીવીસી પાઈપના ઉત્પાદક મેસર્સ ખોડલ પાઈપ, બી-157, ત્રિભુવન એસ્ટેટ, કઢવાડા, જીઆઈડીસી, અમદાવાદ-382430ના પરિસરમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મોટા જથ્થામાં ભારતીય માનક બ્યૂરોના માનક ચિન્હ આઈએસઆઈનો દૂરુપયોગ થયો હોનાનું જાણવા મળ્યું હતું. આઈએસઆઈવાળા લગભગ 18000 સીપીવીસી પાઈપ તેમજ પેકંગ બેગ મેસર્સ ખોડલ પાઈપ પાસેથી સીલ કરવામાં આવ્યા હતા.

ભારતીય માનક બ્યૂરોની પૂર્વ અનુમતિ વગર માનક ચિન્હનો ઉપયોગ કરનાર સામે ભારતીય માનક બ્યૂરો અધિનિયમ 2016નાં અનુચ્છેદ 17 ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરવામાં આવશે. આ ગુનો દંડનીય છે, જે અંતર્ગત 2વર્ષની સજા અથવા 2,00,000નો આર્થિક દંડ અથવા બંનેની જોગવાઈ છે.

આ ઉત્પાદન ભારત સરકાર દ્વારા અધિસૂચિત અનિવાર્ય પ્રમાણને અંતર્ગત આવે છે જેમાં, એ સમાવિષ્ટ છે કે કોઈપણ વ્યક્તિ ભારતીય માનક બ્યૂરો પાસેથી માનક ચિન્હ (આઈએસઆઈ) લાયસન્સ વગર ઉત્પાદન કરી ન શકે. લોકો સાથે છેતરપિંડી કરવા આ પ્રકારે આઈએસઆઈ માર્કાનો ઉપયોગ થતો હોય છે.

જે કોઈપણ વ્યક્તિ પાસે ભારતીય માનક બ્યૂરોના પ્રમાણિત ચિન્હના દુરપયોગની માહિતી હોય તે એ અંગે પ્રમુખ, ભારતીય માનક બ્યૂરો, અમદાવાદ શાખા કાર્યાલય, ત્રીજે માળ, નવજીવન અમૃત જયંતિ ભવન, ગૂજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ-380014. (ટેલિફોન – 27540317)ને જાણ કરી શકે  . ફરિયાદને [email protected]  અથવા [email protected] પર ઈ-મેઈલ પણ કરી શકાય છે. આ પ્રકારની માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.