દક્ષિણ ભારતની જાણીતી CSB બેન્કનો ઈશ્યુ ૨૨મી નવેમ્બર શરૂ થશે
અમદાવાદ, સીએસબી બેંક લિમિટેડ (બેંક)એ તા.૨૨ નવેમ્બર, ૨૦૧૯નાં રોજ રૂ. ૧૦ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર (ઇક્વિટી શેર)ની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઇપીઓ) લાવવાની દરખાસ્ત રજૂ કરી છે. આ બિડ-ઓફર ખુલવાની તારીખથી એક દિવસ અગાઉ એટલે કે તા.૨૧ નવેમ્બર, ૨૦૧૯નાં એન્કર ઇન્વેસ્ટર બિડ-ઓફર કરી શકશે. આઇપીઓમાં રૂ. ૨૪૦ મિલિયન (ફ્રેશ ઇશ્યૂ) સુધીના નવા શેર અને વિક્રેતા શેરધારકો (ઓફર ફોર સેલ અને ફ્રેશ ઇશ્યૂ સાથે સંયુક્તપણે ઓફર તરીકે ઓળખાય છે) દ્વારા ૧૯,૭૭૮,૨૯૮ ઇક્વિટી શેર સામેલ હશે.
આ બિડ-ઓફર તા.૨૬ નવેમ્બર, ૨૦૧૯ના રોજ બંધ થશે. બિડ લઘુતમ ૭૫ ઇક્વિટી શેર માટે અને પછી ૭૫ ઇક્વિટી શેરના ગુણાકમાં થઈ શકશે. ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (સ્ટોક એક્સચેન્જીસ) પર થશે.
ઓફરમાં પ્રાપ્ત થતા ચોખ્ખા ભંડોળનો ઉપયોગ બેંકની ભવિષ્યની મૂડી જરૂરિયાતો પૂર્ણ કરવા ટિઅર-૧ મૂડીનાં આધારને વધારવા માટે થશે, જે બેંકની મિલકતો, મુખ્યત્વે બેંકની લોન/એડવાન્સ અને ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં વૃદ્ધિ કરશે તેમજ બેઝલ ૩ અને આરબીઆઈની અન્ય માર્ગદર્શિકાઓનું પાલન કરશે એવી અપેક્ષા છે. ઉપરાંત ઓફરમાંથી પ્રાપ્ત થનાર ભંડોળનો ઉપયોગ ઓફરનાં ખર્ચને પૂર્ણ કરવા માટે થશે. ઓફરનાં બુક રનિંગ લીડ મેનેજર (બીઆરએલએમ) એક્સિસ કેપિટલ લિમિટેડ અને આઇઆઇએફએલ સીક્યોરિટીઝ લિમિટેડ છે.
ઓફર સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ (રેગ્યુલેશન) નિયમો, ૧૯૫૭નાં નિયમ ૧૯(૨)(બી)ને સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (ઇશ્યૂ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયર્મેન્ટ્સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૮, જેમાં થયેલા સુધારા (સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ)નાં નિયમ ૩૧ સાથે વાંચીને કરવામાં આવી છે. ઓફર સેબી આઇસીડીઆર રેગ્યુશન્સનાં નિયમન ૬(૨)ને સુસંગત રીતે બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી છે, જેમાં ઓફરનો ઓછામાં ઓછો ૭૫ ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (ક્યુઆઇબી) (ક્યુઆઇબી પોર્શન) માટે ઉપલબ્ધ હશે,
જેની શરત એ છે કે, બેંક બીઆરએમએલ સાથે ચર્ચા કરીને ક્યુઆઇબી હિસ્સાનો ૬૦ ટકા સુધી હિસ્સો વિવેકસર એન્કર રોકાણકારોને ફાળવી શકે છે. એન્કર રોકાણકારોનાં હિસ્સાનો ૩૩ ટકા હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ માટે રિઝર્વ રાખવામાં આવશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ પાસેથી પ્રાપ્ત વેલિડ બિડ કે એન્કર રોકાણકારની ફાળવણથી વધારે કિંમતે પ્રાપ્ત થનાર વેલિડ બિડને આધિન છે. ક્યુઆઇબી હિસ્સા (એન્કર ઇન્વેસ્ટર પોર્શનને બાદ કરતા)નો ૫ાંચ ટકા હિસ્સો સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડ્સ માટે જ ઉપલબ્ધ હશે અને ક્યુઆઇબી હિસ્સાનો બાકીનો હિસ્સો સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત ક્યુઆઇબીનાં તમામ બિડર્સ (એન્કર રોકાણકારો સિવાય)ને ફાળવવામાં આવશે.