બાળકોને સંભાળવામાં સૈફ અલી ખાન પણ કરે છે ઘણી મદદ
મુંબઈ, કરીના કપૂર અને સૈફ અલી ખાન પાસે હાલ ઘણા પ્રોજેક્ટ છે, તેમ છતાં તેઓ બંને દીકરા- તૈમૂર અને જેહ માટે પૂરતો સમય કાઢી લે છે. કેવી રીતે તેનો ખુલાસો એક્ટ્રેસે લેટેસ્ટ ઈન્ટરવ્યૂમાં કર્યો હતો.
અહીંયા તેણે પેરેન્ટિંગ ડ્યૂટી નિભાવવા માટે પતિનો પણ આભાર માન્યો હતો. એક્ટ્રેસે કહ્યું હતું કે, આ તેમની પ્લાનિંગ સ્કિલ છે, જેમાં તેમનો સ્ટાફ પણ બંને બાળકોને સંભાળવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
તેણે પોતાના યોગ પ્રત્યેના પ્રેમનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને બેલેન્સ કરવી તે તેના માટે ‘એક પગ પર ઉભા રહેવું’ જેવું છે. સૈફ અને તે બધું કેવી રીતે સંભાળે છે તેના વિશે વાત કરતાં કરીના કપૂરે કહ્યું હતું ‘તે ખરેખર એક પગ પર ઉભા રહેવા જેવું છે, પરંતુ હું યોગાસન કરવામાં સારી છું. હું નસીબદાર છું કે, મારો પતિ પણ આ જ પ્રોફેશનમાં છે.
જ્યારે અમારે ટ્રાવેલ કરવાનું હોય ત્યારે અમે વારો રાખીએ છીએ. જ્યારે હું હંસલ મહેતાની ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી ત્યારે સૈફ ઘરે હતો અને હાલ તે અમૃતસરમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. ત્યારે હું માર્ચ સુધી બંને બાળકો સાથે ઘરે હોઈશ. ત્યારબાદ તે પોતાનું કામ પતાવીને ઘરે આવશે અને હું ‘ધ ક્રૂ’નું શૂટિંગ શરૂ કરીશ.
આ સાથે મારા સ્ટાફનો પણ આભાર જેઓ સપોર્ટિવ છે. આ ખૂબ જ ઝીણવટભર્યું આયોજન છે, મને લાગે છે કે જાે તમે સારી રીતે આયોજન કર્યું હશે તો તમે મેળવી શકશો. તમે ક્વોલિટી ટાઈમ વિશે નથી જે તમે તમારા બાળકો સાથે પસાર કરો છો જે હું શીખી છું.
આ એ ક્વોલિટી ટાઈમ વિશે છે જે તમે તમારા બાળકોને કોઈ પણ ખલેલ વગર આપો છો. કારણ કે બાળકો પણ ઈચ્છે છે કે તમે તેમના પ્રત્યે ધ્યાન આપો, તેઓ તેમના મિત્રો તેમજ શિક્ષકો તરફથી પણ ધ્યાન ઈચ્છે છે. આ એ છે જે તેમને જાેઈએ છે’, તેમ એક્ટ્રેસે ઉમેર્યું હતું.
કરીના અને સૈફ બે બાળકોના માતા-પિતા છે, જેમાંથી મોટા દીકરા તૈમૂરનો ગત મહિને પાંચમો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો જ્યારે જેહ આવતા મહિને બે વર્ષનો થઈ જશે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, કરીના કપૂર ખૂબ જલ્દી સુજાેષ ઘોષની ફિલ્મ ‘ધ ડીવોશન ઓફ સસ્પેક્સ એક્સ’માં વિજય વર્મા અને જયદીપ અહલાવત સાથે સ્ક્રીન શેર કરતી જાેવા મળશે, જે ઓટીટી પર રિલીઝ થવાની છે.
આ સિવાય તેની પાસે હંસલ મહેતાની અનટાઈટલ્ડ ફિલ્મ સિવાય રિયા કપૂરની ‘ધ ક્રૂ’ છે. જેમાં તેની સાથે તબુ અને ક્રીતિ સેનન છે. બીજી તરફ, સૈફ અલી ખાન આગામી ફિલ્મ ‘આદીપુરુષ’ની રિલીઝની રાહ જાેઈ રહ્યો છે. જેમાં તે ‘રાવણ’ની ભૂમિકામાં દેખાશે. તો પ્રભાસ ‘રામ’, ક્રીતિ સેનન ‘સીતા’ અને સની સિંહ ‘લક્ષ્મણ’ના રોલમાં છે.SS1MS