Western Times News

Gujarati News

જર્મનીમાં ૪૧ કરોડ પાઉન્ડના ખર્ચે બંધાયેલ હોકમોઝેલ બ્રિજ ખુલ્લો મૂકાયો

જર્મનીનો બીજા ક્રમનો આ સૌથી મોટો પુલ ૧.૭ કિલોમીટરની લંબાઈ ધરાવે છે. આ પુલને બંધાતા આઠ વર્ષ થયા છે અને તેના બાંધકામ અને ખર્ચ અંગે વિવાદો પણ થયા છે
બર્લિન, જર્મનીમાં ઝેલ્ટીંગજેન-રેચીંગ વિસ્તારમાં એક જંગી પુલ ખુલ્લો મૂકાયો છે. મોઝેલે ખીણ પર ૫૦૦ ફિટની ઊંચાઈએ બાંધવામાં આવેલ આ પુલની લંબાઈ ૧.૭ કિલોમીટર છે અને તે ઓફિસ અને હન્સરક વિસ્તારોને જાડે છે. કોચર વિઆડકટમાં આવેલ એક પુલ આના કરતા મોટો છે. આ પુલ બેનેલક્ષ અને ગ્રેટર ફ્રેન્કફર્ટ વિસ્તાર વચ્ચેના ટ્રાફિકને સરળ બનાવવાના ઇરાદા સાથે બાંધવામાં આવ્યો છે અને તે દેશના સૌથી સુંદર અને ઐતિહાસિક એવા કેટલાંક દ્રાક્ષના બગીચાઓની ઉપરથી પસાર થાય છે. આ પુલને બંધાતા આઠ વર્ષ લાગ્યા છે.

આ પુલ હાલમાં ખુલ્લો મૂકાયો તે પહેલાં જ લોકોએ પગપાળા તેના પર ચાલવાનું શરૂ કરી દીધઉં હતું અને તેની અદભૂત તસવીરો બહાર આવી છે જેમાં જાઈ શકાય છે કે આ ખૂબ ઊંચા પુલ પરથી પસાર થઈ રહેલા લોકો જાણે વાદળોમાં ઓગળી જતાં હોય તેવું લાગે છે.
જા કે આ જંગી પુલ બંધાયો તેથી જર્મનીમાં બધા ખુશ જ છે એવું નથી. આ પુલનું બાંધકામ વિવાદાસ્પદ પણ રહ્યું છે. આ પુલના પ્રોજેક્ટના ટીકાકારો તેની પાછળ થયેલા જંગી ખર્ચ સામે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. આ પુલના બાંધકામ પાછળ ૪૧૫ મિલિયન પાઉન્ડનો ખર્ચ થયો છે અને ટીકાકારો કહે છે કે આ પુલ સુંદર દેખાય તે રીતે બંધાયો નથી. તેનો દેખાવ બેડોળ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.