પોલીટેકનિક કોલેજ અને શામળાજી હોમિયોપેથીક કોલેજાેમાં લો કોલેજ ગોધરા દ્વારા કાયદા ની શિબિર યોજાઇ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/02/Manoj-Politechnic-1024x768.jpg)
(પ્રતિનિધ)ગોધરા, પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળ સંચાલિત લો કોલેજ ગોધરા દ્વારા પોલીટેકનિક કોલેજ ગોધરા અને શ્રી શામળાજી હોમિયોપેથીક મેડિકલ કોલેજ ગોધરા. ખાતે કાયદા નાં વિદ્યાર્થીઓ દ્વારા કાયદા નાં સંબધિત માર્ગદર્શન માટે એક દિવસીય શિબિર યોજાઈ હતી જેમાં મુખ્ય વક્તા માં લો કોલેજ ના વિદ્યાર્થી ઓ ભાગ લીધો.સમગ્ર કાર્યક્રમ નું માર્ગ દર્શન લો કોલેજ ગોધરા નાં આચાર્ય શ્રી ડૉ અપૂર્વ પાઠક અને હજજ યુનિટ પો. ઓ ડૉ સતીષ નાગર તથા એનોવેશન નાં અગ્રણી ડૉ કૃપા જયસ્વાલ તથા ડૉ અર્ચના યાદવ ડૉ અમિત મહેતા હતા.
કાર્યક્રમ ની શરૂઆત પ્રાથના થી કરવામાં આવી હતી.તથા વક્તવ્ય માં મહિલા નાં અધિકારો પોકશો એક્ટ સાઇબર ક્રાઇમ માહિતી અધિકાર અધિનિયમ મેડિકલ સંબધિત કાયદા વિશે ઊંડી માહિતી આપી હતી આમાં વક્તા ઓ જણાવ્યું હતું કે આજના જમાનામાં માં કાયદા નું મહત્વ અને તેના લાભ અને ગેરલાભ યુવા વર્ગ ને ને જાણવું ખૂબ જ જરૂરી છે.પોક્શો કાયદો એ બાળકો શોષણ અને અટકવવા માટે નાં મહત્વ વિશે બતાવવામાં આવ્યું ઉપરાંત માહિતી મેળવવા નાં અધિકાર અને તેની અરજી કઈ રીતે કરવી તેના વિશે પણ સમજાવાયું હતું તથા મેડિકો લીગલ માં ભવિષ્ય માં થથી અવરનેશ અને તેના લાભ તથા ગેરલાભ તથા કોરોના કાલ બાદ ની કપરી પરિસ્થિતિમાં બાદ કાયદા નું ભવિષ્ય માં કઈ રીતે ઉપયોગ થાય તે બતાવવામાં આવ્યું હતું.તથા સાઇબર ક્રાઇમ મની લોન્ડિર્ગ સાઇબર ફ્રોડ જેવાં ઘણાં અસંખ્ય કાયદા વિશે સમજાયું હતું.
સંપૂર્ણ કાર્યક્રમ દરમિયાન ખૂબ મોટી સંખ્યા માં વિદ્યાર્થી જાેડાયા હતા તથા પોલીટેકનિક કોલેજ ના આચાર્ય તથા ત્યાં નાં સ્ટાફ પરિવાર નો ખૂબ સારો સાથ સહકાર મળ્યો હતો અંતે બધા રાષ્ટ્ર ગાન ગાઈને છુટા પડ્યા હતા