વ્યાજખોરો વિરુધ્ધ જનજાગૃતી લાવવા લોકદરબાર યોજાયો
(પ્રતિનિધિ)નડિયાદ, નડિયાદ સહીત જિલ્લામાં વ્યાજખોરોની ચુંગાલમાં સંખ્યાબંધ લોકો સપડાયા છે આવી ચુંગાલમાંથી કેવી રીતે છૂટવું તેમજ અન્ય માહિતી પ્રજાને મળી રહે તેવા ઉમદા હેતુસર નડિયાદ પશ્ચિમ પોલીસે આજે વ્યાજખોરો સામે જાગૃતતા લાવવા માટે લોકદરબારનું આયોજન કર્યું હતું ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશગઢીયા ની અધ્યક્ષતામાં નડીયાદ પશ્ચિમ પો.સ્ટે. ખાતે આજ રોજ લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પશ્ચિમ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા લોકો તેમજ સામાજિક કાર્યકરો હાજર રહ્યા હતા ઉપસ્થિત લોકોને વ્યાજખોરો ની ચુગાલમાંથી બચવા તેમજ વ્યાજખોરો સામે જાગૃતતા લાવવા માટે સમજ આપવામાં આવી હતી પ્રજાના પ્રશ્નો નો નિરાકરણ પણ લાવવામાં આવ્યું હતું આ પ્રસંગે પો.ઇન્સ. વાય.આર.ચૌહાણ અને પો.સ.ઇ.જે.એ.કનડ્રે નડીયાદ પશ્ચિમ પો.સ્ટે.તથા નડીયાદ પશ્ચિમ પો.સ્ટે.ના પોલીસ કર્મચારી વગેરે હાજર રહ્યા હતા