હરિયાણાના ગુરૂગ્રામ ખાતે ઓબીસી મોર્ચાની રાષ્ટ્રીય બેઠક યોજાઈ
(પ્રતિનિધિ) દમણ, હરિયાણાના ગુરૂગ્રામ ખાતે આયોજીત ભારતીય જનતા પાર્ટી ઓબીસી મોર્ચાની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં રાષ્ટ્રીય કાર્યસમિતિના સભ્ય અને આસામ રાજ્યના ઓબીસી મોર્ચાના પ્રભારી શ્રી વિશાલભાઈ ટંડેલ, બીજેપી ઓબીસી મોર્ચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી હહિરેશ પટેલ તથા પ્રદેશ ઓબીસી મોર્ચાના ઉપ પ્રમુખ શ્રી ભરત પટેલે બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી ભાગ લઈ હાજરી આપી હતી.
રાષ્ટ્રીય કાર્યસમિતિના સભ્ય અને આસામ રાજ્ય બીજેપી ઓબીસી મોર્ચાના પ્રભારી શ્રી વિશાલભાઈ ટંડેલના નેતૃત્વમાં બીજેપી ઓબીસી મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ડો. કે.લક્ષ્મણ તથા પછાત વર્ગના રાષ્ટ્રીય કમિશનના ચેરમેન શ્રી હંસરાજ આહિર સાથે પણ ઔપચારિક મુલાકાત કરી હતી.