વાપી ખાતે તુલીપ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનો શુભારંભ
(પ્રતિનિધિ) વાપી, વલસાડ જિલ્લાના મુખ્ય તાલુકા વાપી શહેરના મિલ્લત નગર, ડુંગરી ફળિયા દેગામ રોડ, વાપી ખાતે ભવ્ય તુલીપ હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.અનેક ઉત્તમ સુવિધાઓ સાથે શરૂ થયેલી હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે શહેરના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા, ખાસ કરીને આ કાર્યક્રમમાં ડૉ.એસ.એસ.સિંઘ, સુરેશ માલી, ડૉ.અનંત અગ્રવાલ, ડૉ.કે.પી. સિંહા, ડૉ.રાજેન્દ્ર બંગાલે, ડૉ.જયેશ લતા, જિતેન્દ્ર વર્મા, ડૉ.મનીષ પટેલ, ડૉ.લાવણ્યા પટેલ અને અન્ય અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ ખાસ હાજરી આપી હતી.
હોસ્પિટલ વિશે માહિતી આપતા કન્સલ્ટન્ટ ફિઝિશિયન ડો.શોભા એન્ડીએ જણાવ્યું હતું કે, અહીં વિશ્વસ્તરીય ધોરણની તમામ પ્રકારની જરૂરી મશીનરી અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, તેમજ તમામ પ્રકારના રોગોના નિદાન માટે ૨૪ ટ ૭ સેવા માટે નિષ્ણાત તબીબો પણ ઉપલબ્ધ રહેશે. કાર્યક્રમની શરૂઆત ડો.એસ.એસ.સિંઘ અને સુરેશ માલીજીના શુભ હસ્તે રિબીન કાપીને કરવામાં આવી હતી, ત્યારબાદ મુખ્ય મહેમાનોએ ભગવાન સમક્ષ દીપ પ્રગટાવી પ્રાર્થના કરી હતી અને હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ જાેઈ આનંદ વ્યક્ત કર્યો હતો. આ હોસ્પિટલ વિશેષ ડુંગરી ફળિયા અને આજુબાજુના લોકો માટે વરદાન સાબિત થશે તેવું પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.