કેપ્ટન શિવા : સિયાચીનમાં પોસ્ટિંગ મેળવનારાં પહેલા ભારતીય મહિલા
હાલના સમયમાં મહિલાઓ કોઈ પણ ક્ષેત્રમાં પાછળ નથી. ભારતની રક્ષાની જવાબદારી નિભાવી રહેલી ભારતીય સેનામાં દર વર્ષે મોટી સંખ્યામાં દેશની દીકરીઓ જાેડાય છે. આવી જ એક દીકરી છે કેપ્ટન શિવા ચૌહાણ, તેઓ સિયાચીનમાં પોસ્ટિંગ મેળવનારાં પહેલા ભારતીય મહિલા અધિકારી બની ગયા છે અને તેમણે ઈતિહાસ રચી નાખ્યો છે. ફાયર એન્ડ ફયૂરી કોર્પ્સના કેપ્ટન શિવા ચૌહાણે મેળવેલી આ સિદ્ધિ તમામ ભારતીયો માટે ભારે ગર્વની વાત છે.
કપરી પરિસ્થિતિમાં સંઘર્ષ : હાલમાં ભારતીય સેનાના ફાયર એન્ડ ફયુરી કોર્પ્સ દ્વારા કરવામાં આવેલી એક ટ્વીટમાં શિવા ચૌહાણની સિદ્ધિની જાણકારી આપવામાં આવી છે. હાલમાં શિવા ૧પ૬૩ર ફૂટની ઉંચાઈ પર આવેલી કુમાર પોસ્ટ ખાતે ફરજ બજાવી રહ્યા છે. નોંધનીય છે કે સિયાચીન ગ્લેશિયર પૃથ્વીનું સૌથી ઉચું યુદ્ધનું મેદાન છે અને ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણી લડાઈઓ લડાઈ છે, અહીંનું તાપમાન ઘણી વખત માઈનસ ૩૦ડિગ્રી સેલ્શિયસ જેટલું થઈ જાય છે. આટલા ઓછા તાપમાનમાં પણકેપ્ટન શિવા ચૌહાણે દેશની સેવા કરી રહ્યા છે અને પોતાની કામગીરીના કારણે દીકરીઓ માટે ઉદાહરણ બની ગયા છે. ભારતની દીકરીઓ તેમનામાંથી પ્રેરણા લઈને પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે છે અને દેશનું નામ પણ રોશન કરી શકે છે.
આકરો અભ્યાસ ઃ શિવાને સિયાચીન ગ્લેશિયર ખાતે પોસ્ટિંગ મળ્યું એ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના વખાણ કર્યા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્વટરના પર તેમણે કેપ્ટન શિવાની વધામણી આપીને કહ્યું હતું કે આ ભારતની નારીશક્તિની ભાવનાને દર્શાવે છે. શિવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને જ તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે. આ જવાબદારી નિભાવવા માટે શિવાએ સિયાચીન બૈટલ બેટલ સ્કૂલમાં આકરી ટ્રેનિંગ પણ લીધી છે.
આ ટ્રેનિંગમાં તેમને ધીરજપૂર્વક જવાબદારી નિભાવવાની, બરફની દીવાલ પર દીવાલ પર ચડવાની, હિમસ્ખલનમાં યોગ્ય પગલાં લેવાની તેમજ એનાથી બચવાની તેમજ અત્યંત ઠંડા વાતાવરણમાં ટકી રહેવાની તાલીમ આપવામાં આવી હતી. શિવાને ત્રણ મહિના માટે સિયાચીન ગ્લેશિયરમાં પોસ્ટિંગ આપવામાં આવ્યુ છે અને તેમના નેતૃત્વમાં તેમની ટીમ એન્જિનિયરિંગને લગતી કામગીરીની જવાબદારી નિભાવશે.
માતાની મહેનત ઃ મૂળ રાજસ્થાનના કેપ્ટન શિવા જયારે ૧૧ વર્ષના હતાં ત્યારે તેમના પિતાનું અવસાન થઈ ગયું હતું તેમના માતા એક ગૃહિણી હતા અને શિવાની સફળતામાં તેમના માતાનું મોટું પ્રદાન છે. કેપ્ટન શિવાએ પોતાનો શાળાનો અભ્યાસ ઉદયપુરમાં કર્યો હતો અને પછી ઉદયપુરની એનજેઆર ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ગ્રેજયુએશન કર્યું હતું. કેપ્ટન શિવા સ્વીકારે છે કે તેમના માતાએ અભ્યાસનું સપૂર્ણ ધ્યાન રાખ્યં છે અને એના કારણે જ તેઓ સફળતા મેળવી શક્યા છે. એન્જિનિયરિંગનો અભ્ય્સ કરનાર કેપ્ટન શિવાએ ર૦ર૧ના મે મહિનામાં ઈન્ડિયન આર્મીની એન્જિનિયર રેજિમેન્ટ જાેઈન કરી હતી અને ટૂંકા ગાળામાં આટલું મહત્વનું પોસ્ટીંગ મેળવ્યું છે.
આખું વર્ષ બરફથી ઢંકાયેલી રહેતી સિયાચીન પોસ્ટમાં શિવાનું કામ સેના માટે જરૂરી બંકર, ઘર, કેમ્પ સાઈટ અને બીજી વસ્તુઓ તૈયાર કરવાનું છે. આ સિવાય બરફના તોફાન અને ભયંકર ઠંડીમાં સૈનિકો ટકી શકે એ માટે જરૂરી તૈયારી કરવાનું કામ પણ તેમણે જ સંભાળવાનું છે. ફાયર એન્ડ ફ્યૂરી કોર્પ્સની કામગીરી ઃ ફાયર એન્ડ ફ્યૂરી કોર્પ્સએ ભારતીય સેનાની એક કોર્પ્સ છે. એ સનાના ઉધમપુર સ્થિત નોર્ધન કમાન્ડનો એક હિસ્સો છે. નોંધનીય છે કે આ કોર્પ્સ કારગિલ અને લેહની આસપાસના વિસ્તારમાં સૈન્યની કામગીરીની દેખરેખ રાખે છે. આ કોર્પ્સ ચીન તેમજ પાકિસ્તાનની બોર્ડર પણ નજર રાખે છે. સિયાચીન ગ્લેશિયરમાં પણ આ કોર્પ્સ જ કામગીરી નિભાવે છે.