Western Times News

Gujarati News

બેન્ક લોકરના નવા કરાર ખરેખર સલામતી વધારે તેવા છે ખરા ?

બેન્ક લોકરમાં લોકો સામાન્ય રીતે તેમના દાગીના જ મૂકતા હોય છે. તદુપરાંત મહત્વના દસ્તાવેજાે પણ મૂકે છે. લોકરમાંની વસ્તુ ગુમ થાય તો તેવા સંજાેગોમાં લોકરના ભાડાંની ૧૦૦ ગણી રકમ વળતર તરીકે આપવાની સૂચના રિઝર્વ બેન્કે આપી છે. આ સૂચના પ્રમાણે એક લોકરનું ભાડું રૂા.૧૦૦૦ છે. તે લોકર ધારક તેમાં ૧૫થી ૨૦ તોલા દાગીના મૂકે છે. આ દાગીના કોઈ કારણોસર ગુમ થઈ જાય છે. આ સંજાેગોમાં રિઝર્વ બેન્કના નવા કરાર હેઠળ તે લોકર ધારકને વળતર તરીકે રૂા.૧ લાખ મળી શકે છે. હવે ૧૫થી ૨૦ તોલા સોનાના દાગીના ગુમાવનારને ૧ લાખનું વળતર આપવામાં આવે તો તે પૂરતું ગણાશે ખરું, એવો સવાલ લોકર રાખનારાઓ ઊઠાવી રહ્યા છે. આજની તારીખે સોનાનો તોલાદીઠ ભાવ રૂા.૮૫૭૨૦૦થી ઉપર પહોંચી ગયો છે. ભારતમાં બેન્કના લોકર વિભાગના તમામ લોકરો તોડીને વસ્તુ લઈને પોબારા ગણી ગયાના કિસ્સા નોંધાયેલા છે. આ સંજાેગોમાં માત્ર ૧૦૦ ભાડાનું જ વળતર આપવાનો નિયમ કરવો લોકરધારકની સલામતી વધારે તેવો જણાતો નથી.

બેન્કમાં લોકર ધરાવનારાઓ સાથે નવેસરથી કરાર કરવા માટેની છેલ્લી તારીખ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ લંબાવીને ૩૧મી ડિસેમ્બર ૨૦૨૩ કરી આપી છે. આમ આ મુદ્દતમાં એક સામટો ૧૨ મહિનાનો વધારો કરી આપ્યો છે. પરિણામે ઘણાં લોકોએ રાહતના લાગણી અનુભવી છે. બેન્કના લોકર ધારકો પાસેથી નવા કરાર કરવાની ૫૦ ટકા કામગીરી ૩૦મી જૂન ૨૦૨૩ સુધીમાં અને ત્યારબાદની ૨૫ ટકા કામગીરી સપ્ટેમ્બર ૨૦૨૩ અને છલાલ ૫૦ ટકા કામગીરી ૩૧મી ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં પૂરી કરવાની સૂચના આપવામાં આવી છે.

લોકરમાં પડેલા દરદાગીનાઓની સલામતીને ધ્યાનમાં લઈને નવેસરથી કરાર કરવામાં આવી રહ્યા છે. લોકરમાં પડેલી વસ્તુઓ ગુમ થઈ જાય તો ખાતેદારને લોકરના ભાડાંના સો ગણું વળતર આપવાની શરત નવા કરારમાં રાખવામાં આવી છે. જૂના કરારમાં આ શરત નહોતી. પરિણામે ગ્રાહકને અન્યાય થતો હતો. ભૂતકાળમાં એક બેન્કનું આખું લોકર વિભાગમાં ભૂગર્ભમાંથી ઘૂસીને બે દિવસમાં બધું જ સાફ કરી ગયા હોવાનો કિસ્સો બન્યો છએ. આ પ્રકારના કિસ્સાઓમાં પણ ખાતેદારને વળતર મળે તે ગણતરી સાથે આ રિઝર્વ બેન્કે નવા કરારનો આગ્રહ રાખ્યો છે.

હજી સુધી સંખ્યાબંધ લોકર માલિકોએ નવા કરાર ન કર્યા હોવાનું રિઝર્વ બેન્કના ધ્યાનમાં આવ્યું તેથી તેને માટેની મુદ્દત લંબાવી આપી છે. બેન્કર્સનું કહેવું છે કે રિઝર્વ બેન્ક આ કરાર માટેનો નવો મુસદ્દો પણ ૨૮મી ફેબ્રુઆરી સુધીમાં તમામ બેન્કોને મોકલી આપશે. આ મુસદ્દાને કેન્દ્રમાં રાખીને તમામ બેન્કો લોકર માટેના કરાર કરશે. રિઝર્વ બેન્કે આપેલા કરારમાં ઈન્ડિયન બેન્ક એસોસિયેશને કેટલાક સુધારાઓ પણ સૂચવ્યા છે. સુધારેલી સૂચનાઓના અમલ વ્યવસ્થિત રીતે કરી શકાય તે માટે ઈન્ડિયન બેન્કિંગ એસોસિયેશને કેટલાક સુધારાઓ સૂચવ્યા છે.

દક્ષ તરીકે ઓળખાતા પોર્ટલ પર દરેક બેન્કોએ કોમ્પ્લાયન્સ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. દર મહિને કોમ્પલ્યાન્સ રિપોર્ટ મૂકવો પડશે. પહેલી જાન્યુઆરી ૨૦૨૩ પૂર્વે જેમણે બેન્ક લોકર માટેના કરાર કરી દીધા હશે અને તેમના કરાર રિઝર્વ બેન્ક દ્વારા હવા પછી જાહેર કરવામાં આવનારા કરારથી અલગ પડતા હશે તો તેમને પણ નવા કરાર પ્રમાણેની જ શરતો લાગુ પડે તે બેન્કોએ જાેવાનું રહેશે. બેન્કો પાસે તેમની સાથે પૂરક કરાર કરાવવાનો વિકલ્પ પણ મોજૂદ છે. આ પ્રકારના કિસ્સાઓમાં સ્ટેમ્પ પેપરનો કરવો પડનારો ખર્ચ બેન્કે ભોગવવાના ર હેશે. લોકર ધારકોએ દોડધામ ન કરવો પડનારો ખર્ચ બેન્કો ભોગવવાના રહેશે. લોકર ધારકોએ દોડધામ ન કરવી પડે તે માટે બેન્કો જ પોતે સ્ટેમ્પની, ફ્રેન્કિંગની કે પછી ઈ સ્ટેમ્પિંગની વ્યવસ્થા કરે તેવી સૂચના પણ રિઝર્વ બેન્કે આપી છે. જૂના પરિપત્ર પ્રમાણે પહેલી જાન્યુઆરી સુધી કરાર ન કરી શકેલી વ્યક્તિઓના ખાતાને સીલ કરી દેવામાં આવ્યો હોય તો તે લોકરના સીલ દૂર કરી દેવાની સૂચના પણ આ સાથે જ આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.