પૃથ્વી પર રોમાંચક અને આકર્ષણ ધરાવતો કેરેબિયન સમુદ્ર
અદભુત કેરેબિયનની વિશાળ વિવિધતા અને સમૃદ્ધિને પ્રકાશિત કરીને વસ્તુઓ કેવી રીતે બદલાઈ રહી છે તે શોધે છે
સિમોન રીવે કેરેબિયન સમુદ્રની આસપાસ રોમાંચક મુસાફરીનો પ્રારંભ કર્યો હતો તે વિશ્વના અત્યંત રોમાંચક અને આકર્ષક સ્થળો છે. આ પ્રદેશમાં અસંખ્ય ટાપુઓ આવેલા છે. જે ઈતિહાસમાં સમૃદ્ધ ઉષ્ટકટીબંધીય મેઈન લેન્ડ દરિયાકિનારો ધરાવે છે. એમાં સંઘર્ષ, સંસ્કૃતિ, સાહસ, જંગલી જીવન, ઝાકઝમાળ અને રંગબેરંગી યાત્રાનો પણ સમાવેશ થાય છે જે સિમોનને શોધખોળ કરવાની અનેક તકો પુરી પાડે છે. તે પોતાની જાતને દેશની વેવિધ્યવાળી સંસ્કૃતિમાં તરબોળ કરી દે છે, જે તેના દર્શકોને કેટલાંક સુંદર સ્થળોનો આશ્ચર્યકારક મધ્ય ભાગ પુરો પાડે છે.
સિમોન હિસ્પેનિઓલાથી પ્યુટોરિકોના અમેરિકન પ્રદેશ સુધી પૂર્વ તરફની તેની મુસાફરી શરૂ કરે છે. તે બે દેશો દ્વારા વહેચાયેલો ટાપુ છે. ડોમિનિકન રિપબ્લિક, જે કેરેબિયનના સૌથી મોટા શહેરોમાંનું એક ધરાવે છે અને હૈતી જે ડોમિનિકન રિપબ્લિક એ કેરેબિયનનું સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. દર વર્ષે લગભગ પાંચ મિલિયન પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ શહેરમાં આશરે દસ મિલિયન લોકો વસવાટ કરે છે. બીજી બાજુ હૈતી, ઉત્તર પશ્ચિમમાં લગભગ ર૦૦ માઈલ દૂર આવેલું છે. સિટાડેલ લાફેરિયર એ હૈતીના સૌથી મોટો કિલ્લો છે.
જે વાદળોમાં કિલ્લાની જેમ પર્વતની ટોચ પર સ્થિત છે. અહીંનો દરિયાકિનારો પણ એટલો સુંદર છે કે તે પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ છે. શહેરની વોટરફ્રન્ટ ઘણાં દરિયાઈ સસ્તન પ્રાણીઓનું ઘર છે જેમ કે, પાયલોટ વ્હેલ, બોટલ નાકવાળી ડોલ્ફિન અને સ્પર્મ વ્હેલ. સિમોનનો મુસાફરીનો બીજાે તબક્કો તેને બાર્બાડોસના ઉષ્ણકોટિબંધીય ટાપુઓ પાસે લઈ જાય છે.
જે કેરેબિયનના પૂર્વીય કિનારે ભવ્ય દરિયાકિનારા અને કલ્પિત વિલાઓ સાથે કેરેબિયનના ઝવેરાત તરીકે ઓળખાય છે. આ વિસ્તારમાં પરવાળાના ખડકો સમુદ્રના તળના ૧ટકા કરતા ઓછા ભાગને આવરી લે છે પરંતુ તમામ દરિયાઈ જીવના એક કવાર્ટર કરતાં વધુને ટેકો આપે છે. તે સેન્ટ વિન્સેન્ટ તરફ આગળ વધે છે જે દક્ષિણ અમેરિકન કિનારે છે. તે લગભગ ૧૦૦,૦૦૦ની વસતી ધરાવે છે. આ ઉપરાંત એ ટાપુઓની સાંકળ છે. આ ટાપુ સુંદર અને કઠોર છે. ઉત્તરમાં સક્રિય જવાળામુખી છે. આ સાહસ શરૂ કરવા માટે તે સ્થાનિક લોકોને મળવા માટે જ્વાળામુખી પર ચઢે છે. બાદમાં તે કોલંબિયાના દરિયાકાંઠાના પર્વતોની મુસાફરી કરે છે અને વિશ્વ માટે એક શક્તિશાળી સંદેશ સાથે કેટલાંક પ્રાચીન લોકોને મળે છે.
તેના સાહસના અંતિમ તબક્કામાં, સિમોન કેરેબિયન સમુદ્ર દ્વારા વિશ્વના સૌથી મહાન કોરલ રિફસમાના એક નિકારાગુઆના કિનારે પહોંચે છે. આ મેકિસકોથી કેરેબિયનમાં હોન્ડુરાસ ટાપુઓ સુધી ૬૦૦ માઈલ લંબાય છે. તેણે વિશ્વવિખ્યાત કલાકાર બોબ માલીના જન્મસ્થળ જમૈકામાં તેની યાત્રા પુરી કરી છે. સિમોન દેશની વિરોધાભાસી સંસ્કૃતિમાં ડૂબી જાય છે અને અદભુત કેરેબિયનની વિશાળ વિવિધતા અને સમૃદ્ધિને પ્રકાશિત કરીને વસ્તુઓ કેવી રીતે બદલાઈ રહી છે તે શોધે છે, જે વિશ્વના સૌથી ગરમ લોકોનું ઘર છે.