લોંગ હેર માટે હેરસ્ટાઈલ્સ
વર્કિંગ વુમનને ઓફિસ જતાં કેવી હેરસ્ટાઈલ કરવી તેનો પ્રશ્ર હોય છે તો સાથેસાથે પ્રસંગોપાત ઝડપથી લેટેસ્ટ હેરસ્ટાઈલ કેવી રીતે કરવી તેની સમસ્યા નડતી હોય છે. આ મુંઝવણ દૂર કરવા ફટાફટ હેરસ્ટાઈલ અંગે ટિપ્સ આપતા શેડ એન્ડ શાઈનના અગ્રણી જણાવે છે કે વર્કિંગ વુમનને ઓફિસથી આવ્યા બાદ પાર્લરમાં જવાનો સમય હોતો નથી ત્યારે ઘેરબેઠા હેરસ્ટાઈલ કરવા ડ્રેસિંગને અનુરૂપ હેરસ્ટાઈલ રાખવી જાેઈએ.
પાર્ટી માટે હેરસ્ટાઈલ ઃ પ્રસંગોપાત હેરસ્ટાઈલ કરવી હોય ત્યારે સૌપ્રથમ વાળને શેમ્પૂ અને કન્ડિશનિંગ કરો. બાદમાં ભીના વાળને બ્લો ડ્રાય કરો. બ્લો ડ્રાય કરતી વખતે વાળને પૂરેપુરા સુકવવા નહીં બ્લો ડ્રાય કર્યા બાદ વાળમાં મુસ લગાવો. જાે મુસ ન હોય તો માત્ર બે ટીપા સીરમ લગાવો. બાદમાં વાળને મંચ કરો. મંચિંગ વાળના છેડામાં જ કરો, તેનાથી વાળના કલરુસ નેચરલ અને સોફટ દેખાશે. જાે તમારા કર્લ્સ ડ્રાય અને અનમેનેજેબલ રહેતા હોય તો આ રીત અપનાવવાથી તે વધુ સારા લાગશે. આટલું કર્યા બાદ વાળને ખુલ્લા કરી દો.વર્કિંગ વુમન માટે હેરસ્ટાઈલ ઃ વાળમાં આગળથી ઓલઓવર પફ લઈ બનાના બટરફલાયથી પિનઅપ કરો. બાદમાં ખુલ્લા રહેલા વાળમાં સીરમ લગાવો અને વાળને ઉપરથી નીચે માત્ર આંગળીઓથી મદદથી મંચ કરો.
મેરેજ માટે હેરસ્ટાઈલ ઃ પ્રસંગ માટે જયારે તમે તૈયાર થતાં હોવ ત્યારે હેરને ટોન આયર્નથી ઘરે જ કર્લ્સ કરી શકો છો. આ માટે વાળને શેમ્પૂ અને કન્ડિશનિંગ કર્યા બાદ પૂર્ણપણે બ્લો ડ્રાયથી શુકવી નાખો. વાળ સહેજ પણ ભીના રહેવા ન જાેઈએ. બાદમાં માત્ર બે ટીપા સીરમ લગાવો. સીરમ માત્ર લેન્થ પર જ લગાવો. લેન્થમાં સેકશન બાય સેકશન ટોન આયર્નથી કર્લ્સ કરો. બાદમાં વાળને ખોલીને ઉપરથી નીચે સુધી માત્ર આંગળીઓની મદદથી મંચ કરો. તેનાથી વોલ્યૂમ વધુ દેખાશે. મંચ કર્યા બાદ બંને આઈબ્રોના કોર્નરના ઉપરના ભાગેથી વાળને લઈને પાછળના ભાગે લઈ જઈ ક્રાઉન બનાવો. બાદમાં સેકશન બાય સેકશન બેક કોમ્પિંગ કરો. બેક કોમ્બિંગવાળા વાળન ેએક હાથે પકડી આગળના ભાગના વાળને કોમ્બથી ફિનિશિંગ આપો. બાદમાં એક કોમ્બિંગવાળા વાળને બે-ત્રણ સેફટી પિનથી હોલ્ડ કરી દો. આ હેરસ્ટાઈલમાં ખુલ્લા વાળને ડ્રેસને અનુરૂપ હોય તો આગળના ભાગે રાખી શકાય.
હેરસ્ટાઈલ દૂર કરવા આટલું કરો ઃ હેરસ્ટાઈલ કર્યા બાદ વાળને શેમ્પૂ અને ડીપ કન્ડિશનિંગ કરો. આ માટે શેમ્પૂ કર્યા બાદ કન્ડિશનરને મિડલ ટૂ લેન્થ લગાવો. વાળના મૂળમાં કન્ડિશનર લગાવો નહી. લેન્થને ઉપરથી નીચેના ભાગે મંચીફલાય કરો. તેનાથી વાળના છેડા તૂટવા, ડ્રાય હેર, વાળ ખરવા સહિતની સમસ્યામાં રાહત રહેશે. આ પ્રકારે વાળમાં ર૦ મિનિટ સુધી કન્ડિશનર લગાવી રાખ્યા બાદ પાણીથી વાળ ધોઈ લો. દર ૧પ દિવસે આ પ્રકારે ડીપ કન્ડિશનિંગ કરવાથી વાળ મેનેજેબલ રહેશે તેમજ ડ્રાયનેસ દૂર થશે.