Western Times News

Gujarati News

કડકડતી ઠંડીમાં પગની સંભાળ

તમારા પગની સુંદરતાની પણ હવે નોંધ લેવાય છ ેએ ધ્યાનમાં રાખજાે. ચોમાસાની ઋતુ પુરી થઈ અને હવે આવ્યો શિયાળો, જેવી ઠંડી પડવી શરૂ થાય છે કે, તરત જ પગની પાની ફાટવા માંડે, વાઢિયા પડે. આમ પગના સૌદર્યની સંભાળના અનેક પ્રશ્રો ઉભા થવા લાગે છે, જેથી મનોમન કંટાળો આવે અને નિરાશ પણ થઈ જવાય કે, આ પગની પાનીનું કરવું શું? વાઢિયા પડે ત્યારે તો તોબા, ચલાય જ નહી પગની પાનીની ત્વચા કઠણ થઈ જવી, વાઢિયા પડવા જેવી સમસ્યાઓ ખાસ કરીને ઠંડી ઋતુમાં પેદા થાય છે.
પગની પાનીમાં ચીરા પડવાની સમસ્યાથી બચવા માટે પગ ઉપર પૂરતું ધ્યાન રાખવામાં આવે તો, આવી સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. આ વખતે શિયાળામાં જાે તમે સાવચેતી રાખશો, તોચોકકસ પગની પાનીમાં ચીરા કે વાઢિયા પડવાની ફરિયાદ કરશો નહી.

પાનીમાં ચીરા પડવા ઃ શરીરમાં કેલ્શિયમ અને તૈલીતત્વની ઉણપ હોવાને કારણે પાની ફાટવા લાગે છે. પાની અને પગના તળિયાની ત્વચા જાડી હોય છે તેથી શરીરની અંદર ઉત્પન્ન થતું સીબમ અર્થાત્‌ કુદરતી તેલ પગના તળિયાની બહારની સપાટી સુધી પહોંચી શકતું નથી. પૌષ્ટિક તત્વ અને તૈલીતત્વ ન મળવાથી જ પગની પાની ખરબચડી બની જાય છે અને તેમાં ચીરા પડે છે. પાની વધારે ફાટી જાય તો પગમાં ખૂબ દર્દ થાય છે ચીરા પડેલી પાનીની સારવાર માટે નીચેના ઉપાયો અજમાવો.
(૧) દોઢ ચમચી વેસેલિનમાં એક નાની ચમચી બોરિક પાઉર નાંખીને સારી રીે મેળવો. અને ચીરા પડેલી પાની ઉપર સારી રીતે લગાવો. થોડા જ દિવસોમાં પાની પરના ચીરા રૂઝાઈ જશે.

જાે પાની વધુ પ્રમાણમાં ફાટી હોય તો મેથિલેટેડ સ્પિરિટમાં રૂનું પૂમડું બોળીને પાનીના ચીરા ઉપર મૂકો. બે મિનિટ પછી રૂ લઈ લો. ૧૦ મિનિટ પછી ફરીથી મેથિલેટેડ સ્પિરિટમાં બોળેલું રૂનું ભીનું પૂમડું પાની ઉપર રાખો. આ પ્રમાણે ત્રણ ચાર વખત કરો. આથી પાની ફરીથી ઠીક થઈ જશે. હુંફાળા પાણીમાં થોડુંક શેમ્પૂ એક ચમચી ખાવાના સોડા અને થોડાંક ટીપાં ડેટોલના નાંખી મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણના પાણીમાં પગને ૧૦ મિનિટ સુધી બોળી બેસી રહો ત્વચા ફૂલશે એટલે સ્પિરિટ લગાવી પાનીને પ્યુમિક સ્ટોનથી ઘસીઘસીને સાફ કરી લો. એથી પાનીની નકામી ત્વચા સાફ થઈ જશે. પછી સ્વચ્છ ટુવાલથી લૂંટી નાખો. ત્યારબાદ હુંફાળા જૈતુનના તેલથી અથવા કોપરેલ તેલથી પાની ઉપર માલિશ કરો. પગને સ્વચ્છ અને સુંદર બનાવવા માટ ેઅઠવાડિયામાં એક વખત પૈડીક્યોર ચોકકસ કરો અથવા બ્યુટિપાર્લરમાં જઈને કરાવો. એથી પગના નખ, પાની અને તળિયાની સફાઈની સાથો સાથ પગની માલિક અને કસરત પણ થઈ જશે.
પેડીક્યોર એક સરળ પધ્ધતિ છે, તમે જાતે જ ઘેર બધી સાધન સામગ્રી એકઠી કરીને એની રીત સમજીને કરી શકો છો જાે તમારા પગની હાલત વધારે ખરાબ હોય તો પેડીક્યોર કરાવવા માટે તમારે સૌદર્ય વિશેષજ્ઞ પાસે જવું જરૂરી છે.
પેડીક્યોર માટેની સામગ્રી ઃ નાનકડું ટબ, હુંફાળુ પાણી, શેમ્પૂ, હાઈડ્રોજન પેરોકસાઈડ, નેલપોલિશ, નેલપોલિશ રિમૂવર, નેલકટર, ઓરેંજસ્ટિક, ક્યુટિકલપુશર, નેલફાઈલર, પ્યુમિકસ્ટોન કોલ્ડક્રીમ રૂ અને ટુવાલ.
પેડીક્યોરની વિધિ ઃ (૧) સર્વપ્રથમ નેલપોલિશ રિમવૂર વડે નખ પરની જૂની નેલપોલિશ દૂર કરી દો. (ર) નેલકટરથી અથવા નાની કાતરથી વધેલા અથવા વાંકાચૂંકા નખ કાપી લો. પગના નખ હંમેશા સીધા જકાપો. (૩) નેલફાઈલરથી નખને સુંદર આકાર આપો. નેલફાઈલર હંમેશા બહારથી કેન્દ્ર તરફ ચલાવો. (૪) ટબમાં હુંફાળું પાણી લઈને તેમાં થોડું શેમ્પૂ અને એક ચમચી હાઈડ્રોજન પેરોકસાઈડ નાખી મિશ્રણ તૈયાર કરો. અથવા હુંફાળા પાણીમાં ત્રણ ચમચી મીઠું, અડધા લીંબુનો રસ, અને એક નાની ચમચી જેટલું ગુલાબજળ નાખીને મિશ્રણ તૈયાર કરો. એમાં પગ બોળી પાંચ-દસ મિનિટ સુધી બેસી રહો એથી નકામી ત્વચા ઢીલી થઈને ફૂલી જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.