Western Times News

Gujarati News

બાળ લગ્ન એ સામાજિક દુષણ અને સજાપાત્ર ગુનો

પ્રતિકાત્મક

સામાજીક જવાબદારી નિભાવી બાળ લગ્ન થતાં અટકાવવા આ નંબરો પર સંપર્ક કરો  

(માહિતી બ્યુરો,પાલનપુર) અક્ષય તૃતીયા (અખાત્રીજ) ના દિવસે તથા અન્ય દિવસોમાં ખુબ મોટા પ્રમાણમાં વિવિધ સમાજોમાં લગ્નો યોજાતા હોય છે.

જેમાં ખાસ બાળ લગ્નો ન થાય તે માટે સમૂહ લગ્નોના આયોજકો, સામાજિક આગેવાનો, ગોર મહારાજ, લગ્ન કરાવનાર કાજી, રસોઇયા, મંડપ ડેકોરેશન, ફોટોગ્રાફર તથા લગ્ન કરાવનાર વર અને કન્યા પક્ષના બન્ને પરિવારોને બનાસકાંઠા જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એમ.કે.જોષીએ જણાવ્યું છે કે,

બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ છોકરીના લગ્ન ૧૮ વર્ષ પહેલાં અને છોકરાના ૨૧ વર્ષ પહેલાં થાય એ સજાપાત્ર ગુનો છે અને સામાજિક દુષણ પણ છે. બાળલગ્નના કારણે દિકરા-દિકરીઓના આરોગ્ય પર ઘણી જ વિપરીત અસર થાય છે. તેથી  બાળ લગ્ન ન થાય તે સમાજમાં જરૂરી છે.

તેથી આપના વિસ્તારમાં/આપના ગામમાં કે અપના ગામમાં કે આપના મહોલ્લામાં બાળ લગ્ન ન થાય તેની તકેદારી રાખવી. અન્યથા બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ રૂ. એક લાખ સુધીનો દંડ અને બે વર્ષ સુધીની કેદ થઇ શકે છે. તમારી આજુબાજુ જો બાળ લગ્ન થતાં જોવા મળે તો આપણી સામાજિક જવાબદારી સમજી

આવા બાળ લગ્ન અટકાવવા માટે સમાજ સેવાના ભાગરૂપે નજીકના પોલીસ સ્ટેશન અથા આ હેલ્પલાઇન નંબરો પર જાણ કરવા અપીલ કરવામાં આવી છે. બાળ લગનની જાણકારી આપનારની માહિતી ગુપ્‍ત રાખવામાં આવશે.

શ્રી મનીષભાઇ કે. જોષી- બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, બનાસકાંઠા મો. ૯૯૭૯૫૬૩૧૯૩, શ્રી આશિષભાઇ જે. જોષી- જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, બનાસકાંઠા મો. ૯૪૨૯૨૮૮૦૧૮, શ્રી જયેશભાઇ કે. પટેલ- સુરક્ષા અધિકારી બિન સંસ્થાકીય સંભાળ- ૮૯૮૦૮૧૨૩૨૨, ચાઇલ્ડ લાઇન- ૧૦૯૮, પોલીસ-૧૦૦ અને મહિલા અભયમ- ૧૮૧ ઉપર જાણ કરવા જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.