Western Times News

Gujarati News

શરૂમાં જીતાડી ઓનલાઈન ગેમિંગમાં છેતરપિંડી કરતી ગેંગ આખરે જબ્બે

નવી દિલ્હી, ઉત્તર જિલ્લાના સાયબર પોલીસ સ્ટેશને ગેરકાયદેસર ઓનલાઈન ગેમિંગ વેબસાઈટ દ્વારા લોકો સાથે છેતરપીંડ કરતી એક ગેંગના ત્રણ બદમાશોની ધરપકડ કરી છે.
આરોપીઓ કર્ણાટક અને છત્તીસગઢના અલગ-અલગ શહેરોમાં લોકેશન બદલીને પોલીસને ગુમરાહ કરી ભટકાવી રહ્યા હતા. સ્વિગી ડિલિવરી બોય બનીને એકદમ ચાલાકી વાપરી પોલીસે દિલ્હીના નવાદા, ઉત્તમ નગર વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી આઠ ડેબિટ કાર્ડ, ત્રણ આઈફોન સહિત સાત મોબાઈલ ફોન, આઠ સિમ કાર્ડ, બે લેપટોપ, એક ક્રેડિટ કાર્ડ અને અનેક બેંક ખાતાઓ જપ્ત કર્યા છે.

ઉત્તરી જિલ્લાના નાયબ પોલીસ કમિશનરે જણાવ્યું કે, દિલ્હીમાં સ્થિત એન્જિનિયર વિક્રમે ગયા મહિને ગૃહ મંત્રાલયના સાયબર ક્રાઈમ પોર્ટલ પર છેતરપિંડીની ફરિયાદ આપી હતી. પીડિતાએ જણાવ્યું કે તે ઉત્તરાખંડના બુરારીના એન્ક્‌લેવમાં તેના પરિવાર સાથે રહે છે અને હૈદરાબાદમાં એક આઈટી ફર્મમાં કામ કરી રહ્યા છે. ભૂતકાળમાં તે WWW.FUNPLAY9.COM પર ઑનલાઇન રમતો હતો. અહીં શરૂઆતમાં તે જીતી ગયો હતો અને પછી તેમની સાથે ૧.૪૯ લાખની છેતરપિંડી થઈ હતી.

એવું જાણવા મળ્યું હતું કે પૈસા દુર્ગ, ભિલાઈ, રાયપુર-છત્તીસગઢ ઉપરાંત બેંગલુરુ અને દિલ્હીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તપાસમાં મળી જાણકારી અનુસાર, આરોપીઓ હાલમાં છત્તીસગઢમાં છે, પરંતુ તેમનું લોકેશન વિશેની કોઈ જાણકારી મળી રહી નથી. આરોપીઓએ તેમનું લોકેશન છત્તીસગઢથી દિલ્હી શિફ્ટ કર્યું હતું. આ દરમિયાન એક આરોપીએ સ્વિગી પર ખાવાનો ઓર્ડર આપ્યો હતો. સાયબર સ્ટેશન પર તૈનાત એસઆઈ સ્વિગીના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. પછી, તે પોતે ડિલિવરી બોય બનીને આરોપીના સ્થળે પહોંચ્યા હતા.SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.