ગોધરા શહેરમાં પાણીના ૧૮ કુવા મારફતે સપ્લાય બંધ થતાં શહેરીજનોમાં ઉગ્ર રોષ
(પ્રતિનિધી) ગોધરા, ગાધરા નગર પાલિકાની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ હોવાના પગલે પાલિકા સત્તાધીશોએ ગોધરા શહેર વિસ્તારમાં આવેલા ૧૮ પાણી ના કુવા મારફતે પાણી પહોંચાડવામાં આવતું બંધ કરતા શહેરીજનોમાં ઉગ્ર રોષ જાેવા મળે છે કારણ કે પાલિકા દ્વારા જે નિયમિતપણે જે પાણી આપવામાં આવે છે તે કેટલાક વિસ્તારોમાં પહોંચતું નથી અને પાણીનો પૂરતો ફોર્શ પણ હોતો નથી જેને લઈને મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી અને પાલિકા સત્તાધીશોએ લીધેલા આ ર્નિણય નો વિરોધ વ્યક્ત કર્યો હતો પાલિકાનું પાણી પૂરતા પ્રમાણ મળતું ન હોવા ઉપરાંત હવે કુવા મારફતે અપાતું પાણી પણ બંધ કરી દેવામાં આવતા રીતસર ની કેટલીક મહિલાઓ તો મીડિયાકર્મીઓ ની સામે રડી પડી હતી અને ગોધરા નગર પાલિકા હાય હાય ના સૂત્રોચ્ચાર કર્યા હતા
ગોધરા ભાજપ શાસિત નગર પાલિકાની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ હોવાના પગલે શહેરીબાવા ઓએ મળેલી સામાન્ય સભામાં શહેરના વિવિધ વિસ્તારોમાં કુવા મારફતે આપવામાં આવતું પાણી બંધ કરવાનો ર્નિણય લીધો હતો જેના પગલે હવે નગરજનોને પાણી ની તંગી સર્જાતા શહેરીજનોનો ઉગ્ર વિરોધ સામે આવ્યો છે શહેરીજનોનો આક્ષેપ છે કે પાલિકાના સત્તાધીશો એ ખરેખર જાે પાલિકાની આર્થિક પરિસ્થિતિ સુધારવી હોય તો પહેલા તો ધોળે દિવસે ચાલતી સ્ટ્રીટ લાઈટો બંધ કરાવવી જાેઈએ જેનાથી વીજ બિલની બચત થશે આ ઉપરાંત બીજી ઘણી એવી બાબતો છે કે જે પાલિકાના હિતમાં છે તેમ છતાંય પાલિકા સત્તાધીશો આ બાબતે આખા આડા કાન કરી ગોધરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં અંદાજિત ૧૮ કુવાઓ મારફતે આપવામાં આવતું પાણી બંધ કરવામાં આવતા શહેરીજનોનો રોષ અને જેમાં પણ ખાસ કરી મહિલાઓ આકરા પાણી એ છે વોટ લેવા માટે આવતા સભ્યો પણ પાણી બાબતે બોલવા માટે તૈયાર નથી જેને લઈને શહેરીજનોમાં પાલિકા ના આ ર્નિણય નો વિરોધ જાેવા મળી રહ્યો છે જયારે આ બાબતે પાલિકા પ્રમુખે મીડિયા સાથે ની વાતચીતમાં પાલિકાની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે આ ર્નિણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.