સૌરાષ્ટ્ર યુનિ.માં ઓક્ટોબરમાં લિક થયેલા પેપરની FIR દાખલ
(એજન્સી)અમદાવાદ, ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં સોરાષ્ટ્ર યુનિવર્સિટીના બીબીએઅને બી.કોમસેમેસ્ટર ૫ની પરીક્ષા લેવાય તે પહેલા જ પેપર લીકની ઘટના બની હતી.
હવે આ ઘટનામાં અંતે એફઆઈઆરનોંધાઈ છે. આ મામલે ગત રાત્રે રાજકોટમાં સોરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ રજિસ્ટ્રાર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં ભાજપના નગરસેવકની કોલેજની ભુમિકા બહાર આવી હતી. આ મામલે એફએસએલની ટીમ તપાસ કરી રહી હતી.
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હંમૈશા કોઈના કોઈ મુદ્દે ચર્ચામાં રહે છે. ગયા વર્ષે ઓકટોબર મહિનામાં યોજાનારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાના પેપર ફૂટ્યાની ઘટના સામે આવી હતી.
આ ઘટનાના આજે ૧૧૧ દિવસ બાદ ફરિયાદ નોંધાઈ હતી. ગઈકાલે રાજકોટના ગાંધીગ્રામ પોલીસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ રજિસ્ટ્રાર અમિત પારેખે ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદથી ભાજપના નગરસેવકની કોલેજના કર્મી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત તપાસમાં ખૂલે એવા અન્ય નામો પણ આપવામાં આવ્યા હતા. રાજકોટના નગરસેવકની કોલેજની ભૂમિકા બહાર આવતા શહેરમાં ચર્ચાએ જાેર પક્ડયુ હતું. આ મામલે કોલેજના અન્ય કર્મચારીઓ અને ટ્રસ્ટીઓની પૂછપરછ શરુ થઈ ગઈ છે. આ કેસની પોલીસ તપાસમાં આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.