વાડીમાં લગાવેલા ઝટકા મશીનથી કરંટ લાગવાના કારણે બાળકનું મોત
(એજન્સી)આણંદ, બોરસદમાં વીજ કરંટ લાગવાના કારણે ૧૨ વર્ષના બાળકનું મોત થઈ ગયું છે. બાળક ખેતરમાં બોર ખાવા માટે જઈ રહ્યો હતો ત્યારે કરંટનો ભારે ઝટકો લાગતા તેનું મોત થઈ ગયું છે.
આ ઘટનામાં કોની બેદરકારીથી બાળકે જીવ ગુમાવ્યો છે તે અંગે તપાસ શરુ કરવામાં આવી છે. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. પરિવારે માસૂમને ગુમાવતા ઘરમાં ભારે શોકનો માહોલ છે. બોરસદના કિંખલોડ ગામમાં બાળક બોર ખાવા માટે જઈ રહ્યો હતો
ત્યારે કેળની વાડીમાં લગાવેલા ૨૪ વોલ્ટના ઝટકા મશીનથી કરંટ લાગવાના કારણે બાળકનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ અંગે આંકલાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઘટનાની જાણ થતાં પરિવારના સભ્યો સહિત ગ્રામજનો બનાવના સ્થળ પર એકઠા થઈ ગયા હતા.
બાળકને કરંટ લાગતા તેનું કરુંણ મોત થયું છે, આ ઘટના અંગે જાણ થતા તેના પરિવારને માહિતી આપવામાં આવી હતી. પોતાના પરિવારના માસૂમનું મોત થતા ઘરમાં ભારે શોકનો માહોલ છે.