કાકાએ બાનાખતમાં છેેડછાડ કરી ભત્રીજા પાસેથી 1.20 કરોડ લઈ ઠગાઈ કરી
કાકા સામે ભત્રીજાની 1.20 કરોડની ઠગાઈની ફરીયાદ
અમરેલી, ભાગીદારીમાં જમીનનો ધંધો કરનાર ભત્રીજાએ તેના કાકા સામે રૂા.૧.ર૦ કરોડની છેતરપીંડી અને વ્યાજખોરીનો ફરીયાદ નોંધાવી હતી. અમરેલીના બાબરામાં ભત્રીજાએ તેના કુટુબી કાકા સાથેેે મળીને ભાગીદારીમાં જમીનમાં પ્લોટ પાડ્યા હતા.
અને સ્ટેેમ્પ પર બાનાખત કર્યુ હતુ. જાે કે ભત્રીજા પાસે પૂરતી રકમ ન હોવાને કારણે તેેણે કાકા પાસેથી ઉંચા વ્યાજે નાણાં લીધા હતા. તે વ્યાજની રકમ ચૂકવી ન શકતા કાકાની ધમકીના કારણેેે એક વર્ષ સુધી ઘર છોડીને ચાલ્યો ગયો હતો.
જાે કે ત્યારબાદ તે પરત આવતા કાકાએ બાનાખતમાં છેેડછાડ કરી ભત્રીજા પાસેથી રૂા.૧.ર૦ કરોડ ઉપરાંતની રકમ મેળવી ઠગાઈ કરતા ચકચાર મચી જવા પામી હતી.
બાબરા પોલીસેેે મથક ખાતે ભરતભાઈ પુરૂષોત્તમભાઈ કારેટીયા (ઉ.વ.૪૯) એ તેના કુટુંબી કાકા ધનજીભાઈ અમરશીભાઈ કારેટીયા સામે છેતરપીંડી અને વ્યાજખોરી અંગે ફરીાદ નોંધાવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેણે તેના કાકા સાથે ભાગીદારીમાં જમીન પર પ્લોટ પાડ્યા હતા. અને રૂા.૧૦૦ના સ્ટેમ્પ પેપર પર બાનાખત બનાવ્યુ હતુ.
તેમજ ભાગીદારીવાળા પ્લોટમાં તેની પાસે પૂરતી રકમ ન હોવાને કારણેે તેણેે તેના કાકા ધનજીભાઈ પાસેથી ઉંચા વ્યાજે નાણાં લીધા હતા.
જે સમયાંત્તરેેેેે ચુકવતા હોય અને વ્યાજના પૈસા ચુકવવામાં સમય લાગતા કાકાએ ભત્રીજાને બળજબરીથી વ્યાજ અને મુદ્દલ રકમ પરત મેળવવા મારી નાંખવાની ધમકી આપી હતી. મૃત્યુના ભયને કારણે તે એક વર્ષ સુધી ઘર છોડીને ક્યાંક જતો રહ્યો હતો.
જાે કે ત્યારબાદ કાકાએ પોતાની પાસે રહેલ બાનાખત સાથે ચેડા કરીને ખોટા દસ્તાવેજ ઉભા કરી તેમાં ઓરીજીનલ લખાણમાં એક લીટી ઉમેરો કરી બનાવટી બાનાખતને ખરા તરીકે ઉપયોગ કરી વેચાતા પ્લોટમાંથી મળતા નફાની રકમ વ્યાજનાં અવેજમાં કટકે કટકે કુલ રૂા.૧.ર૦ કરોડ ઉપરાંતની રકમ મેળવી ઠગાઈ કરી હતી.
આ અંગે બાબરા પોલીસેે નાણાં ધીરધાર કાયદાની અલગ અલગ કલમો સહિતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.