Western Times News

Gujarati News

સિદ્ધાર્થ સાગરે ધ કપિલ શર્મા શો અચાનક છોડી દીધો

મુંબઈ, સોની પર આવતો કોમેડી શો ધ કપિલ શર્મા શો અનેક વર્ષોથી લોકોને ભરપૂર એન્ટટેઈન કરી રહ્યો છે. આ શોમાંથી વધુ એક કોમેડિયન શો છોડીને જતો રહ્યો છે, તો અન્ય કલાકારોએ આ શોમાં એન્ટ્રી લીધી છે.

સપ્ટેમ્બર ૨૦૨૨માં આ ધ કપિલ શર્મા શોની નવી સીઝન આવી તે સમયે કૃષ્ણા અભિષેક શોમાં એન્ટ્રી લીધી નહોતી. તેઓ શોના પ્રોમોમાં જાેવા મળ્યા હતા.

તેમણે આ શોની નવી સીઝન માટે અનેક પ્રોમો શૂટ કર્યા હતા. શો શરૂ થવાની તૈયારી હતી, તે સમયે તેઓ શોમાંથી બહાર નીકળી ગયા હતા. કૃષ્ણા અભિષેકે શોની ફીના કારણે શો છોડ્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, મેકર્સ અને તેમની વચ્ચે પૈસાને કારણે વિવાદ થઈ રહ્યો છે. કપિલ શર્માના મિત્ર ચંદન પ્રભાકરે પણ આ શો અધવચ્ચેથી છોડી દીધો હતો. તેમણે એક નવી ફિલ્મ સાઈન કરી હતી.

હવે વધુ એક કલાકારે શો છોડી દીધો છે. ઈ ટાઈમ્સના સૂત્રો પરથી જાણવા મળ્યું છે કે, કોમેડિયન સિદ્ધાર્થ સાગરે શો છોડી દીધો છે. સિદ્ધાર્થ ‘ધ કપિલ શર્મા શો’માં સેલ્ફી મૌસી, ઉસ્તાદ ઘરચોરદાસ, ફનવીર સિંહ અને સાગર પગલેતુ જેવા પાત્ર ભજવીને ઓડિયન્સને એન્ટરટેઈન કરતા રહે છે. સિદ્ધાર્થ સાગરના આ ર્નિણય પાછળ શોના પ્રોડ્યૂસર્સ સાથે ફી બાબતે વિવાદ થયો હોવાનું ગણાય છે.

સિદ્ધાર્થ પોતાની ફીમાં વધારો કરવા માંગતા હતા, મેકર્સ તેમનો પગાર વધારવા માટે તૈયાર નહોતા. સિદ્ધાર્થ સાગર ‘ધ કપિલ શર્મા શો’ના શુટીંગ માટે મુંબઈ શિફ્ટ થયા હતા અને હવે પોતાના ઘરે દિલ્હી પરત આવી ગયા છે. શોમાં તેમની વાપસી થાય તેવું લાગી રહ્યું નથી.

રિપોર્ટ અનુસાર, સિદ્ધાર્થ સાગર સાથે વાત કરવામાં આવી, તો તેમણે આ બાબતે કોઈપણ પ્રતિક્રિયા આપવાની ના પાડી છે. આ બાબતે પ્રોડ્યૂસર્સ સાથે વાત ચાલી રહી હોવાને કારણે તેઓ કંઈપણ નિવેદન આપી રહ્યા નથી. સિદ્ધાર્થ સાગર પહેલા કૃષ્ણા અભિષેક, ભારતી સિંહ, ચંદન પ્રભાકર, સુનિલ ગ્રોવર, અલી અસગર, ઉપાસના સિંહ પણ કપિલ શર્મા શોમાંથી બહાર થઈ ગયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.