ખેડબ્રહ્મા પોલીસે બેંકો દ્વારા લોન માર્ગદર્શન કેમ્પ યોજ્યો
ખેડબ્રહ્મા ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી વધુ વ્યાજ લઈ ધિરાણ કરનારાઓની હેરાનગતિના કેસ વધી ગયા હતા. અને આવા વ્યાજખોરોના ત્રાસથી કેટલાયે સામાન્ય અને ગરીબ લોકોએ વ્યાજના ચક્રમાં ફસાઈ આત્મહત્યાના કરી હતી. અને આવા કેસો ચ ઉત્તરોતર વધી રહ્યા હતા ત્યારે ગુજરાત સરકારે સફાળે જાગી ગૃહ ખાતા દ્વારા આવા વ્યાજખોરો સામે લાલ આંખ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની વાહરે જવાનું એક ખૂબ જ પ્રસર્સનીય કાર્ય કર્યું છે.
જે અંતર્ગત આજે તારીખ ૩-૨-૨૩ ના રોજ બપોરે ૨ઃ૦૦ વાગે ખેડબ્રહ્માની કે.ટી. હાઈસ્કૂલ ના હોલમાં એક કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ખેડબ્રહ્માની તમામ બેંકોના પ્રતિનિધિઓ તથા નગરપાલિકાના કર્મચારીઓએ ઉપસ્થિત રહીને લોન વાંચ્છુલોકોને લોન લેવા માટે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પી.આઈ શ્રી જે આર દેસાઈ સાહેબ તેમના સ્ટાફ સાથે તથા પોશીના પી.એસ.આઇ.સી એસ.કે. ગોસ્વામી સાહેબે ઉપસ્થિત રહી કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું. જાેકે હવે જાેવાની વાત એ રહી છે કે સામાન્ય લોકોની વહારે બેંકો કેટલી આવે છે. અને લોકોને ધિરાણ કરે છે કે કેમ ? જાે આ કાર્યક્રમમાં અપેક્ષા પ્રમાણે જરૂરિયાતમંદ લોકોને ધિરાણ આપે તો જ સરકાર તથા ગૃહ વિભાગનું મિશન સફળ થાય.