Western Times News

Gujarati News

ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખે ગૌપૂજન સાથે જન્મદિવસ ઉજવ્યો

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લા ભાજપના યશસ્વી પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ તેમનો ૫૫ મો જન્મદિવસ સેવા એ જ સમર્પણના પક્ષના આદર્શ તેમજ વિચારધારા મુજબ જરૂરિયાતમંદો તેમજ વંચિતો સાથે દિવસભર વિવિધ કાર્યકમો થકી જન્મદિવસ ઉજવ્યો હતો. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા આજે શુક્રવારે ૫૪ વર્ષ પૂર્ણ કરી ૫૫ માં વર્ષમાં પ્રવેશ્યા હતા.પ્રતિવર્ષની પ્રણાલિકા મુજબ તેઓએ તેમના જન્મદિવસની શરૂઆત ભરૂચના પાંજરાપોળ ખાતે ગૌપૂજનથી કરી હતી.ધર્મપત્ની અને પરિવાર સાથે ગાય માતાનું પૂજન, અર્ચન કરી ગૌમાતાને ઘાસચારો ખવડાવ્યો હતો. પાંજરાપોળ ખાતે શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, ઉપપ્રમુખ નિનાબા યાદવ, મંત્રી નિશાંત મોદી, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા, ચિરાગ ભટ્ટ, સુરભીબેન તમાકુવાલા સહિતના ભાજપના આગેવાનો, નગરસેવકો અને શુભચિંતકોની ઉપસ્થતિ વચ્ચે કેક કાપી હતી.

ત્યાર બાદ નવાડેરા દત્ત મંદિર ખાતે પૂજન અને સેવાકીય પ્રવૃત્તિમાં જાેડાયા હતા.સોનેરી મહેલ ખાતે જરૂરિયાતમંદોને જન્મદિન નિમિતે મારુતિસિંહ અટોદરિયાએ અન્ય મહાનુભવોની હાજરીમાં અકસ્માત વીમો અને ઈન્સ્યોરન્સનું વિતરણ કર્યું હતું. ભોલાવ ખાતે યુવા મોરચા આયોજિત સેવાકીય પ્રવૃત્તિને આગળ વધારતા કીટ વિતરણના કાર્યકમમાં તેઓ જાેડાયા હતા.આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરોએ હાજરી આપી જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયને શુભેચ્છા પાઠવી છે.

બપોરે ૧૨.૩૦ કલાકે ચિલ્ડ્રન હોમના બાળકો સાથે જિલ્લા પ્રમુખે જન્મદિવસ ઉજવી તેઓને ભોજન કરાવ્યું હતું.સાથે જ જરૂરી ચીજવસ્તુઓનું આ બાળકોને વિતરણ કર્યું હતું.બપોરે ૩ કલાકે દુબઈ ટેકરી મહાદેવ મંદિર ખાતે યુવા મોરચા તેમજ ૭ઠ ગ્રુપ દ્વારા તેમના જન્મદિને આયોજિત મેડિકલ કેમ્પમાં લાભાર્થીઓને માં કાર્ડનું વિતરણ કર્યું હતું.
જિલ્લા પ્રમુખ મારૂતિસિંહને ભાજપના આગેવાનો, મિત્રો, શુભેચ્છકોએ જન્મદિવસની શુભકામનાઓનો દિવસભર ધોધ વરસાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.