એર ઈન્ડિયા ફ્લાઈટમાં આગથી ઈમરજન્સી લેન્ડિંગ
અબુધાબી, અબુ ધાબીથી કાલિકટ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટના એક એન્જિનમાં ઉડાન દરમિયાન આગ લાગવાની ઘટના બની હતી. જે પછી ફ્લાઈટને અબુ ધાબીમાં સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી હતી. જાે કે, વિમાનના તમામ મુસાફરો સુરક્ષિત છે. ડીજીસીએએ આ ઘટનાની પુષ્ટિ પણ કરી અને એક નિવેદન રજૂ કરીને જણાવ્યું છે કે, એર ઇન્ડિયા એક્સપ્રેસની બી૭૩૭-૮૦૦ વીટી-એવાયસી ઓપરેટિંગ ફ્લાઇટ આઈએક્સ ૩૪૮ અબુ ધાબી-કાલિકટમાં ટેકઓફ દરમિયાન એન્જિન નંબર એકમાં આગ લાગી હતી. તે સમયે વિમાન ૧૦૦૦ ફૂટની ઉંચાઈ પર હતું. આ પછી એરક્રાફ્ટને સુરક્ષિત રીતે અબુ ધાબીમાં લેન્ડ કરવામાં આવ્યું હતું.
ડીજીસીએના જણાવ્યા અનુસાર, ઘટના સમયે ફ્લાઈટમાં ૧૮૪ મુસાફરો સવાર હતા. એર ઈન્ડિયાના જણાવ્યું અનુસાર જેવી જ ફ્લાઈટ ટેકઓફ થઈ અને એરક્રાફ્ટ ૧૦૦૦ ફૂટની ઉંચાઈએ પહોંચ્યું ત્યારે વિમાનના પાયલટે એક એન્જિનમાંથી સ્પાર્ક થતો જાેયો, જે પછી તરત જ એરક્રાફ્ટને અબુ ધાબી એરપોર્ટ પર પાછું લેન્ડ કરવામાં આવ્યું. ડીજીસીએએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.SS2.PG