મકતુપુરમાં નકલી જીરું બનતું હોવાની આશંકાઃ ફુડ ડ્રગ્સ વિભાગના દરોડા
વરિયાળી, શંકાસ્પદ જીરું, બ્રાઉન પાવડર મળીને ૧ લાખનો મુદ્દામાલ ચીઝ કરાયો
મહેસાણા, ઉઝા તાલુકાના મકતુપુર ગામની સીમમાં એન.એન.એસ્ટેટમાં બાતમી આધારે ત્રાટકેલા મહેસાણા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેડ કરતાં બનાવટી જીરું બનાવવાની શંકાસ્પદ પ્રવૃત્તિ ઝડપાઈ હતી.
અધિકારીઓએ વરીયાળી, શંકાસ્પદ જીરું બનાવટી જીરું બનાવવા માટે વપરાતા બ્રાઉન્ પાવડર બ્લેક પાઉડર વગેરે ૬ પ્રકારનાં સેમ્પલ લઈ લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી હતી અને રૂા.૯૯.૪૯૦ જેટલી રકમનો મુદામાલ સ્થળ પર સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉંઝાથી મકતુપુર હાઈવે પર મકતુપુરની સીમમાં એચ.પી. પેટ્રોલપંપની સામે નાગદેરી રોડ પર એમ.એન. એસ્ટેટમાં મકતુપુર ગામના પટેલ ધર્મેન્દ્રકુમાર અંબાલાલના ગોડાઉનમાં બનાવટી જીરું બનાવી ભેળસેળ કરવાની પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમી મહેસાણા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને મળી હતી.
જેથી મહેસાણા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના ડેઝીગ્નેટેડ ઓફીસર વીે.જે. ચૌધરી ફુડ સેફટી ઓફીસરો એસ.બી. પટેલ અને ઈ.એસ. પટેલ સહીતની ટીમે એમ.એન. એસ્ટેટમાં પટેલ ધર્મેન્દ્રકુમાર અંબાલાલના ગોડાઉનમાં રેડ કરી હતી. અહી બનાવટી જીરું બનાવાતું હોવાની શંકાસ્પદ પ્રવૃત્તિ જણાઈઆવતાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ બે અલગ અલગ લોટની વરીયાળી શંકાસ્પદ,
જીરું, ગોળની રસી, બ્રાઉન પાવડર અને બ્લેક પાવડરનાં સેમ્પલ લીધાં હતાં. ગોળની રસીના પ૦૦ કિલો જથ્થાનો સ્થઈ પર જ નાશ કરાયો હતો. તેમજ વરીયાળી ૧૬૦ કિલો અંદાજીત કિ.રૂ.૧ર,૮૦૦ જુની વરીયાળી ૭૬૦ કિલો અંદાજીત કિ.રૂ.૩૮,૦૦૦, શંકાસ્પદ જીરું પ૪૦ કિલો અંદાજીત કિ.રૂ.૪૮,૬૦૦ બ્રાઉન પાવડર
૩૦ કિલો અંદાજીત કિ.રૂા.૯૦ મળીને કુલ અંદાજીત રૂ.૯૯,૪૯૦ નો મુદ્દામાલ સ્થળ પર સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સ્થળ પરથી લેવાયેલાં સેમ્પલ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરી હતી. જે સેમ્પલનો રીપોર્ટ પંદરેક દિવસમાં આવ્યા બાદ તેના આધારે આગળની કાર્યવાહી કરાશે.