ગાંધીનગરમાં 400થી વધુ સરકારી આવાસોમાં અનઅધિકૃત કબજેદારો
શહેરના સરકારી આવાસોમાં અનઅધિકૃત કબજેદારોના કિસ્સામાં ૪૦૦થી વધુ કિસ્સામાં કોર્ટ કેસ
ગાંધીનગર, શહેરમાં કર્મચારીઓના વસવાટ માટે એકબાજુ અધતન મકાનો બનાવવા માટે તબકકાવાર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે મોટાભાગના જુના અને જાેખમી આવાસો રહેણાંકને લાયક રહયા નથી.
આવા સંજાેગોમાં તંત્રના ચોપડે આવાસ માટે કર્મચારીઓની પ્રતીક્ષા યાદીને પણ ન્યાય આપી શકાતો નથી બીજીતરફ સેકટરોમાં આવાસોમાં અનઅધિકૃત કબજેદારોની સંખ્યા પણ વિશેષ છે. અત્યાર સુધી અનઅધિૃકત કબજેદારો સામે ૪૦૦ થી વધુ કિસ્સામાં કોર્ટે કેસ દાખલ કરવામાં આવ્યા છે. જયારે આગામી દિવસોમાં આ અનઅધિકૃત કબજેદારોને દુર કરવા માટે પણ કડક પગલા લેવાશે.
ગાંધીનગરના સેકટરોમાં સ્થિત જુદી જુદી કક્ષાના સરકારી આવાસો મામલે અગાઉ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જયારે રહેણાંકને લાયક ન હોય તેવા મકાનો જાેખમી જાહેર કરાયા હતા. જાેખમી મકાનો તબકકાવાર ખાલી કરાવી તંત્ર દ્વારા આવા મકાનો તોડવામાં આવી રહયા છે.
હાલ પણ સેકટરોમાં આવાસો તોડવાની કામગીરી ચાલી રહી છે. બીજીતરફ કેટલાક મકાનોનું રીનોવેશન પણ હાથ ધરવામાં આવ્યું છે. જયારે આ સ્થિતી વચ્ચે તંત્ર પાસે રહેણાંકને લાયક મકાનો બહુ ઓછા છીે. જેના લીધે માર્ગ મકાન વિભાગમાં આવાસ માટે કર્મચારીઓની પ્રતીક્ષા યાદી પણ મોટી થતી જાય છે. એક તો મકાનોની સંખ્યા ઓછી છે.
જયારે હજુ નવા મકાનાો બનાવવા માટે આયોજન કરવામાં આવી રહયા છે. પરંતુ વિવિધ કક્ષાના સરકારી આવાસોમાં અનઅધિકૃત કબજેદારોની સંખ્યા પણ વિશેષ છે.