મહિલા અને અન્ય 20 રમી રહ્યા હતા ઘોડીપાસાનો જૂગારઃ પોલિસે ઝડપ્યા
ગઢડીયા ગામે ઘોડીપાસાનો જુગાર રમતા મહિલા સહિત ર૦ ઝડપાયા-રોકડ, ર૦ મોબાઈલ અને ૬ વાહન મળી કુલ રૂા.૩૯.૮૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો
બોટાદ, બોટાદના ગઢેડીયા ગામની સીમમાં ઘોડીપાસાનો જુગાર રમવા અંગે એક મહિલા સહિત ર૦ને રૂા.પ.૧પ લાખની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા. રોકડ રકમ, ર૦ મોબાઈલ ોન, અને ૬ વાહન મળીને કુલ રૂા.૩૯.૮૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ગઢડીયા ગામની સીમમાં આવેલા બોટાદના પાળીયાદ રોડ પરની બ્રાહ્મણ સોેસાયટીના રઘુવીરભાઈ જાેરૂભાઈ ધાંધલની વાડીમાં ઘોડીપાસાનો જુગારનો અખાડો ચાલતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. તેના આધારે એલસીબીના સ્ટાફ અનેે પાળીયાદના પીએસઆઈ વાય.એ.ઝાલાની ટીમે દરોડો પાડ્યો હતો..
જૂગાર રમવા અને રમાડવા અંગે વાડીવાળા રઘુવીરભાઈ જાેરૂભાઈ ધાંધલ, રાજકોટના મહાદેવ પાર્ક સોસાયટીના સુમિતભાઈ સુરેશભાઈ સરવૈયા, દ્વારકાના મણીપુર હાલેડીના પીઠાભાઈ પરબતભાઈ ચાવડા, ગોડલના અનિલભાઈ જેરામભાઈ પરમાર, નાથાભાઈ જેરામભાઈ ઠુમ્પર ગઢડીયાના આશિષભાઈ અરજણભાઈ લાલજીભાઈ રામાભાઈ બાવળીયા,
રાજકોટના જાહિદભાઈ અલાતભાઈ વીસણ, વીરનગરના રાજેન્દ્રભાઈ ભીખુભાઈ જેબલિયા, જૂનાગઢના ફિરોઝભાઈ યુસુફભાઈ બ્લોચ, પાળીાયદના વિપુલભાઈ પ્રભુભાઈ બારૈયા, રાજકોટના શૈલેષભાઈ ઈશ્વરભાઈ રાપરા, પાળીયાદના પૃથ્વીરાજભાઈ ભરતભાઈ ધાંધલ, રાજકોટના બલીભાઈ ગુલવાણી, ચોટીાલના આણંદપુરના જયવીરભાઈ ચીનુભાઈ ધાંધલ,
બામણબોરના રઘુવીરભાઈ ગભરૂભાઈ ધાંધલ, હરણિયાના વનરાજભાઈ અમરા ભાઈ ખાચર, રાજકોટના અજીત ભાઈ ભીમભાઈ ભોજક, બોટાદના કિશોરભાઈ કાળુભાઈ ગોહૈલ અને એક મહિલા સહિત ર૦ની ધરપકડ કરી હતી.
પોલીસેે રોકડા રૂા.પ.૧પ લાખ, રૂા.૧.૧૭ ાખના ર૦ મોબાઈલ ફોન તથા રૂા.૩.પ૦ લાખના છ વાહન મળીને કુલ રૂા.૩૯.૮૩ લાખનો મુદામાલ કબજે કર્યો હતો.