બિહારમાં એનઆઈએએ મોટી રેડ પાડી ૮ શંકાસ્પદોને દબોચ્યા
મોતિહારી, બિહારમાંથી નિર્માણધીન અયોધ્યા રામ મંદિરને ઉડાડવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું. આ વાતની જાણ સુરક્ષા એજન્સીઓને થઈ હતી. એ પછી દ્ગૈંછની ટીમે શુક્રવારની રાત્રે બિહારમાં ધામા નાખ્યા હતા. બાદમાં NIAની ટીમે રેડ પાડીને ૮ શંકાસ્પદ લોકોને ઝડપી પાડ્યા હતા. જેમાં બદનામ સંગઠન પીએફઆઈનો રિયાઝ મારુફ પણ સામેલ છે.
આ દરમિયાન આ તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. દ્ગૈંછની ટીમે રેડને ચકિયા પોલીસ સ્ટેશનના કુંઅવા ગામમાં અંજામ આપયો હતો. આ દરમિયાન ૮ શંકાસ્પદ લોકોની પણ અટકાયત કરવામાં આવી હતી. આ રેડ વખતે સ્થાનિક પોલીસની ટીમ પણ NIAની સાથે હતી. શુક્રવારની મોડી રાત્રે દ્ગૈંછની ટીમે કુંઅવા ગામમાં પહોંચી હતી અને દરોડા પાડ્યા હતા.
દરોડા પાડીને NIAની ટીમે ૮ શંકાસ્પદ લોકોને દબોચ્યા હતા. એ પછી તેમની પૂછપરછ કરવા માટે પટણા લઈ જવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે ૩૧ જાન્યુઆરીના રોજ નેપાળના જનકપુર ધામની ગંડકી નદી નીકળેલા શાલિગ્રામ પથ્થરોને પૂર્વ ચંપારણના રસ્તે અયોધ્યા લાવવામાં આવ્યા હતા.
પૂર્વ ચંપારણના ચકિયા થઈને શાલિગ્રામ પથ્થરને લઈને નીકળતી વખતે સોશિયલ મીડિયા ફેસબુક પર વિડીયો કોલ કરીને ધમકી આપતો વિડીયો સામે આવ્યો હતો. પ્રાપ્ત જાણકરી મુજબ, જે લોકોને દબોચવામાં આવ્યા છે એમાં પીએફઆઈનો બોસ રિયાઝ મારુફ પણ સામેલ છે.
રિયાઝનું નામ ગયા વર્ષે ફુલવારીશરીફમાં પીએફઆઈનું ટ્રેનિંગ સેન્ટર ચલાવવામાં પણ સામે આવ્યું હતું. એ દરમિયાન પણ NIA પટણા, લખનૌ અને દિલ્હીની ટીમને ચકિયાના કુંઅવા ગામમાં દરોડા પાડ્યા હતા, પરંતુ રિયાઝ મારુફ તેમના હાથમાં આવ્યો નહોતો.
મહત્વનું છે કે, અયોધ્યા રામ મંદિર પરિસરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ હતી. જે બાદ સુરક્ષા એજન્સીઓએ આ કાર્યવાહી હાથ ધરી હતી. જાે કે, આ કાર્યવાહીની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.SS1MS