અદાણી ગ્રુપનો કરોડોનો સ્માર્ટ પ્રીપેડ મીટરનો ટેન્ડર રદ
અદાણી ગ્રુપ માટે વધુ એક આંચકોઃકરોડો રૂપિયાનો સ્માર્ટ પ્રીપેડ મીટરનો ટેન્ડર રદ
મુંબઇ,હિન્ડનબર્ગ રિસર્ચ રિપોર્ટના કારણે માઠું નુકસાન સહન કરનાર અદાણી ગ્રૂપ હવે વિશ્વ સ્તરે ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. ત્યારે ઉત્તરપ્રદેશથી તેના માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. મધ્યાંચલ વિદ્યુત વિતરણ નિગમ લિમિટેડએ નક્કી દર કરતાં ૪૦ ટકા વધારે ભાવ હોવાનો હવાલો આપી અદાણી ગ્રૂપને આપેલો સ્માર્ટ પ્રીપેડ મીટરનો ટેન્ડર રદ કરી દીધો છે.
ઉત્તરપ્રદેશ પાવર કોર્પોરેશનની અન્ય કંપનીઓ જેમ કે પશ્ચિમાંચલ, પૂર્વાંચલ અને દક્ષિણાંચલ વિદ્યુત વિતરણ નિગમોમાં પણ હવે આવા ટેન્ડર રદ થવાની શક્યતા વધી ગઈ છે. હવે દરેક જગ્યાએ ટેન્ડર રદ કરવા અંગેનો ર્નિણય સેન્ટ્રલ સ્ટોર પરચેઝ કમિટી જ કરશે.
બીજી બાજુ પાવર કોર્પોરેશનના ચેરમેન એમ.દેવરાજે કહ્યું કે હાલ અમને આ મામલે કોઈ જાણકારી મળી નથી. મધ્યાંચલ વિદ્યુત વિતરણ નિગમ દ્વારા અમને રિપોર્ટ મોકલાશે પછી જ અમે આ મામલે કોઈ ટિપ્પણી કરીશું. ઉલ્લેખનીય છે કે ૨૫ હજાર કરોડ રૂપિયાના ખર્ચે ઉત્તરપ્રદેશમાં ૨.૫ કરોડ પ્રીપેડ સ્માર્ટ મીટર ખરીદવાની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
આ ટેન્ડરમાં દરેક જગ્યાએ અદાણી સમૂહે ભાગ લીધો હતો. જેમાંથી મોટાભાગના ટેન્ડર પ્રાપ્ત કરવામાં સફળતા પણ મેળવી હતી.સૌથી ઓછો દર હોવાને લીધે આ ટેન્ડર અદાણી ગ્રૂપને મળવાનો હતો. અદાણી ગ્રૂપે જે ભાવ આપ્યા હતા તે સ્ટાન્ડર્ડ બિલ્ડિંગ ગાઈડલાઈન ૬ હજાર રૂપિયા પ્રતિમીટરના દરથી વધારે ૧૦ હજાર રૂ. હતો.
મધ્યાંચલ વિદ્યુત વિતરણ નિગમે ટેન્ડર રદ કરવા માટેનું કારણ તેને જ ગણાવ્યું છે. સ્ફફદ્ગન્એ ૭૦ લાખ સ્માર્ટમીટર ખરીદવાની યોજના બનાવી હતી જેને રદ કરાઈ છે. આ સ્માર્ટ મીટરની ખરીદી માટેનો ખર્ચ આશરે ૫૪૦૦ કરોડ આંકવામાં આવ્યો હતો.hm1