ફિલ્મ અભિનેતા પરેશ રાવલને રાહત, હાઈકોર્ટે કેસ ફગાવ્યો
મુંબઈ, અભિનેતા અને ભાજપ નેતા પરેશ રાવલને કોલકાત્તા હાઈકોર્ટથી રાહત મળી તે, બંગાળીઓને લઈને આપવામાં આવેલા નિવેદનને લઈને તેની સામે કોલકાત્તા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. માકપાના રાજ્ય સચિવ મોહમ્મદ સલીમ દ્વારા નોંધાવવામાં આવેલી એક એફઆઈરના આધાર પર તેમને પોલીસ સ્ટેશનમાં હાજરીની નોટિસ મોકલવામાં આવી હતી.
‘હેરા ફેરી’ માટે પ્રસિદ્ધ અભિનેતાએ પહેલી ઉપસ્થિતીથી પરહેઝ રાખવામાં આવી હતી. તેના પર તેણે કોર્ટનો દરવાજાે ખખડાવતા તલતલાના પોલીસ સ્ટેશનની હાજરીની નોટિસને પડકારી હતી. તેની સુનાવણી કરતા હાઇકોર્ટમાં તેમની સામે નોંધવામાં આવેલા કેસને ફગાવી દીધો છે. હાઈકોર્ટના જસ્ટિસ મંથાએ કેસની સુનાવણી કરતા કહ્યું કે, તેમણે ટ્વીટ કરીને માફી માંગી છે. કોર્ટે આજે કેસ ફગાવી દીધો હતો અને પરેશ રાવલ સામેની તમામ તપાસ પર સ્ટે આપ્યો હતો.
છેલ્લી સુનાવણીમાં સીપીએમ નેતા મોહમ્મદ સલીમના વકીલ, જેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, તે જાણવા માંગે છે કે શું સમગ્ર ઘટનાને ધ્યાનમાં લીધા પછી આ ફરિયાદને જીવંત રાખવી જરૂરી છે. આ દિવસે વકીલોએ કહ્યું હતું કે કોર્ટને આ બાબતે જે સારું લાગે તે કરવું જાેઈએ. જે બાદ કોર્ટે એફઆઈઆર રદ કરી હતી અને પરેશ રાવલ સામેની તમામ તપાસ રોકવાનો આદેશ આપ્યો હતો.
જણાવી દઈએ કે, અભિનેતા પરેશ રાવલ માછલી અને ભાતમાં બંગાળીઓની પ્રથા પર ટિપ્પણી કરીને વિવાદોમાં ફસાઈ ગયા હતા. અભિનેતાએ ગયા વર્ષે ૨૦૨૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કરતી વખતે બંગાળીઓ વિશે ટિપ્પણી કરી હતી.SS3.PG