પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા
૧૯૯૦માં જામજાેધપુર પોલીસ કસ્ટડીમાં થયેલા યુવકના મોત પ્રકરણમાં આજે જામનગરની સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો
(પ્રતિનિધિ) અમદાવાદ : સમગ્ર રાજયમાં ચકચાર જગાવનાર ૧૯૯૦માં જામજાેધપુર પોલીસ કસ્ટડીમાં થયેલા યુવકના મોત પ્રકરણમાં આજે જામનગરની સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપી પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ અને પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટના આ ચુકાદાના પગલે સમગ્ર પોલીસબેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે જામનગર જિલ્લાના જામજાધપુર ખાતે ૧૯૯૦માં પોલીસ કસ્ટડીમાં જ એક યુવાનનું મોત થયું હતું આ યુવાનના મોતના કારણે ભારે હોહામચી ગઈ હતી પોલીસના માર અને અમાનુષી ત્રાસના કારણે યુવાનનું મોત થયું હોવાના આક્ષેપો થયા હતાં ત્યારબાદ આ કેસની તપાસ માટે ટીમ બનાવવામાં આવી હતી
આ ટીમે સમગ્ર કેસની ઝીણવટભરી તપાસ કરી પોતાનો અહેવાલ રજુ કર્યો હતો. ૧૯૯૦માં બનેલી આ ઘટનાની લાંબી કાનૂની કાર્યવાહી બાદ આજે જામનગરની સેશન્સ કોર્ટે આ મહત્વનો ચૂકાદો આપ્યો હતો અદાલતે કસ્ટોડીયલ ડેથમાં જવાબદાર ઠેરવી પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ અને તત્કાલીન પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને આજીવન કેદની સજા ફટકારી છે કોર્ટે કુલ છ આરોપીઓ સામે આજે આ ચુકાદો આપ્યો હતો અન્ય ચાર આરોપીઓને કેટલી સજા થઈ છે તે વિગત હાલ પુરતી જાણવા મળી નથી.