વાપીની આર.કે. દેસાઈ કોલેજના પ્રો. ડો. વિમુખ પટેલને ‘કબીર કોહિનર એવોર્ડ’ અપાયો
(પ્રતિનિધિ) વાપી, વલસાડ જિલ્લાના ધોધડકુવા ગામ અને કપરાડા તાલુકાના વતની એવા આદિવાસી લેખક અને સાહિત્યકાર ડો.વિમુખભાઈ યુ.પટેલ ને ન્યુ-દિલ્હી ખાતે તેમણે રાષ્ટ્રીય ‘કબીર કોહિનૂર’નો એવૉર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આર. કે. દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપીમાં કાર્યરત અધ્યાપકશ્રી ડૉ. વિમુખભાઈ યુ.પટેલ કવિ વલસાડના અંતરિયાળ વિસ્તાર રહે ધોધડકુવા તા.કપરાડા જીલો વલસાડ ના વતની અને તેઓ ભારતીય સંસ્કૃતિ, હિન્દી સાહિત્ય અને ભાષા ને રાષ્ટ્રીય સ્તર પર પ્રજ્વલિત કર્યા છે તેમના આજ સુધી ૨પુસ્તકો અને ૧૫આલેખ પ્રકાશિત થયા છે આટલુ જ નહીં રાષ્ટ્રીય સ્તર પર ત્રણ એવૉર્ડ પ્રાપ્ત કર્યાં છે. તેમનો મોબાઈલ નંબર ૯૯૯૮૯૮૦૫૮૪ છે. અને તેમનું સાહિત્ય જગત માં ખુબજ અઢળક યોગદાન હોવાને કારણે અને આ સાહિત્ય જગત અને લેખક ના કલમ ને ધ્યાનમાં લઈને ન્યુ- દિલ્હી ખાતે ડો.વિમુખભાઈ યુ .પટેલ ને રાષ્ટ્રીય ‘કબીર કોહિનૂર એવૉર્ડ’ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ સાહીત્ય ક્ષેત્રના વિશિષ્ટ પ્રતિભા ધની એવા અધ્યાપક ડૉ.વિમુખભાઈ યુ.પટેલ, લેખક અને સાહિત્યકાર ની પ્રતિભા દર્શાવી હતી તેમની આ જ્વલંત સિદ્ધિ મેળવવા બદલ કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી.આર. ચૌધરી, ભારત સરકાર, વિસ્વશાંતિદૂત ડો.લોકેશ મુનિજી મહારાજ, નિર્દેશક લંડન કૌશલ વિકાસ સંગઠન યુનાઇટેડ કિંગડમ ડો.પરિન સોમની અને વલસાડ જિલ્લા ના વહીવટી તંત્રની શિક્ષણ જગત તેમજ સમગ્ર આદિવાસી સમાજ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.