પ્રાકૃતિક કૃષિ અને ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક યોજાઈ
(પ્રતિનિધિ)ગોધરા, કેન્દ્ર અને રાજ્યસરકાર તથા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે દિશાદર્શન પૂરું પાડી રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામા જિલ્લા સેવાસદન કલેકટર કચેરી હોલ ગોધરા ખાતે પ્રાકૃતિક કૃષિ અને ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર દ્વારા ઉપસ્થિત અધિકારી ઓને પ્રાકૃતિક ખેતી બાબતે જરૂરી સલાહ સૂચનો કર્યા હતા.
જેમાં તેમણે જિલ્લાના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે નક્કર કામગીરી કરવા જણાવ્યું હતું. દેશી ગાય યોજનાના લાભાર્થી અને ગાય ધરાવતા હોય તેવા ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી સાથે જાેડાય તથા આત્મા યોજનાના એફ.આઇ.જી ગ્રૃપોનો સમન્વય, પાંજરાપોળ સાથે સમન્વય કરી પ્રાકૃતિક ખેતી માટે જીવામૃત,બિજામૃત, ઘન જીવામૃત બનાવવા ખેડૂતોને ગાયનું ગોબર તથા ગૌમૂત્ર પૂરું પાડવા સંકલન સહિતની કામગીરી અંગે સુચારુ સલાહ સૂચનો કરાયા હતા.
આ સાથે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક યોજાઈ હતી જેમાં ઉપસ્થિત અધિકારીઓ પાસે બચત ફંડ આયોજન અને નવી આવેલ દરખાસ્તો પર ચર્ચા કરીને કામોને મંજૂર તથા બાકી રહેલ વિવિધ કાર્યો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે અંગે ચર્ચા કરાઇ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારિયા સહિત સબંધીત અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.