મોડાસાની ધી સર્વોદય સહકારી બેંક લી. ઉત્તમ કામગીરી માટે એવોર્ડ એનાયત
મોડાસા:મોડાસામાં વલ્લભસદન હોલ ખાતે જીલ્લા સહકારી સંઘનો શિક્ષણ તાલીમ સહકાર સેમિનાર જાણીતા ઉદ્યોગપતિ અને ભામાશા તરીકે પ્રદેશમાં આગવું સ્થાન ધરાવતા મહાસુખભાઈ પટેલ ના પ્રમુખ સ્થાને યોજાયો હતો.આ કાર્યક્રમમાં સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશ પટેલ, સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલ જીલ્લા રજિસ્ટ્રાર મકવાણા અને જીલ્લા સહકારી સંઘના પ્રભુદાસ પટેલની ઉપસ્થિતિમાં ઉત્તમ કામગીરી માટે દ્રિતીય એવોર્ડથી સન્માનિત કરી એવોર્ડ આપવામાં આવ્યો હતો
ચેરમેન ઇકબાલહુસેન ઇપ્રોલીયા અને બેંક ડિરેક્ટરો અને બેંક સ્ટાફના કુનેહભર્યા વહીવટ થી સફળતાનાં શિખરો પ્રાપ્ત કરી રહી છે મોડાસા શહેરની અગ્રણી સહકારી સંસ્થા ધી મોડાસા રોડ ટ્રાન્સપોર્ટ સોસાયટીના ચેરમેન અબ્દુલ રઝાક ટીંટોઇયાને પણ ઉત્તમ કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા હતા