Western Times News

Gujarati News

ગુજરાતમાં ડ્રગ્સના નશાનું વધતુ જતુ પ્રમાણ

Files Photo

ભારતમાં રર કરોડ લોકો વિવિધ નશાની ચુંગાલમાં

ગુજરાતમાં મહાનગરોથી માંડીને નાના નાના ગામડાઓ સુધી નાર્કોટીક્સ ડ્રગના નશાનું ચલણ કૂદકેને ભૂસકે વધી રહ્યુ છે. રાજકોટમાં બે દિવસ પહેલાં જ ૧.૭૮ લાખની કિંમતના ડ્રગના જથ્થા સાથે ઝડપાયેલી ર૩ વર્ષની યુવતિએ પોતે યુવાનો સાથે મિત્રતા કેળવી ધીમે ધીમે નશાને રવાડે ચડાવી દેતી હોવાની કબુલાત કરી છે. એ યુવતિએ એ જથ્થો ડ્રગસની હેરાફેરી માટે કુખ્યાત એવા રાજકોટના જ જલાલુદ્દીન તાલબ કાદરી નામના શખ્સ પાસેથી મેળવ્યો હતો. જલ્લાલુદ્દીન કાદરીએ પોતે એે જથ્થો મુંબઈ અને પોરબંદરના કોઈ શખ્સ પાસેથી મેળવ્યવાની કબુલાત આપી હતી.રાજકોટની આ ઘટનાએ ફરી એક વખત ગુજરાત ડ્રગસની હેરાફેરીનું એપી સેન્ટર બન્યુ હોવાનુ પુરાવા આપ્યા છે.

ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાંથી છેલ્લા બે વર્ષ દરમ્યાન ઝડપાયેલો ડ્રગ્સના આંકડાઓ આંખો ચાર કરી દે એવા છે. પોરબંદરમાં જ જુલાઈ ર૦ર૧માં ૧પ૦ કરોડની કિંમતની ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. સપ્ટેમ્બર ર૦ર૧માં મુદ્રા બંદરે અદાણી પોર્ટ ટ્રસ્ટમાં ઈરાનના બંદાર અબ્બાસ પોર્ટ ખાતેથી આવેલા ત્રણ કન્ટેનરમાંથી ર૧ હજાર કરોડની કિંમતનુ ત્રણ હજાર કિલોગ્રામ શુધ્ધ હેરોઈન ઝડપાયુ ત્યારેે ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ જથ્થો અફઘાનિસ્તાનમાં કંદહારની એક કંપનીએ મોકલ્યો હતો અને અભરકના પત્થરો વચ્ચે તેે સંતાડેલો હતો. નવેમ્બર ર૦ર૧માં મોરબીના ખોબા જેવડા ઝીંજુડા ગામેથી ૬૦૦ કરોડની કિંમતનું ડ્રગ ઝડપાયુ હતુ.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના સલાયા અને ખંભાળીયામાંથી ૩પ૦ કરોડ રૂપિય્ની કિમંતનું હેરોઈન અનેે એમડી ડ્રગનો જથ્થો ઝડપાયા બાદ ગુજરાત ગેરકાયદેસર ડ્રગ્સ ટ્રાફિકીંગનું હબ બની રહ્યુ હોવાની આશંકા મજબુત બની હતી. ગત વર્ષે એપ્રિલ મહિનામાં ડીઆરઆઈએેે કંડલા પોર્ટ પરથી ર૬૦ કિલોગ્રામ હેરોઈનનો જથ્થો જપ્ત કર્યો હતો. આ જૂન મહિનામાં મુંબઈ પોલીસે અંકલેશ્વરની એક ફકેટરીમાંથી ૧૦ર૬ કરોડ ની કિંમતનું પ૧૩ કિલો મેફેડ્રોન ડ્રગ ઝડપી પાડ્યુ હતુ. એ પહેલાં માર્ચ મહિનામાં અરેબિયન સમુદ્રમાં ભારતીય જળસીમામાં ઘુસેલી ફિશીંગ બોટમાંથી ૩૦૦ કિલો હેરોઈન અને સાથે પાંચ એકે ૪૭ રાયફલ પણ મળી આવી હતી.

૧૪મી સપ્ટેમ્બરે કચ્છના જખૌ બંદરેથી એટીએસેે અને કોસ્ટગાર્ડની સંયુક્ત ઓપરેશનમાં એક શિફીંગ બોટમાં આવેલા છ પાકિસ્તાની નાગરીકોને ર૦૦ કરોડની કિંમતના ૪૦ કિલો હેરોઈન સાથે ઝડપી લીધા હતા. ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છનો દરિયા કીનારો એક સમયે દાણચોરો માટે સ્વર્ગ સમાન હતો. દરિયાઈ માર્ગે ે ભારતમાં સોનું વિદેશી કાપડ, ચશ્મા, ઘડીયાળો, વિદેશના કેમેરા ટેપરેકોર્ડર તેમજ વીસીઆર જેવા ઉપકરણોની દાણચોરી થતી હતી.કચ્છ અને જામનગર જીલ્લાના દરિયાકાંઠો સોનાની દાણચોરી માટે કુખ્યાત હતો.
મુંબઈ બોંબ ધડાકા માટેના આરડીએક્ષ અને હથિયારોનું પોરબંદર નજીકના દરિયા કિનારે લેન્ડીંગ થયુ હતુ. સોનું અને વિદેશી વસ્તુઓની દાણચોરીનો યુગ આથમી ગયા બાદ હવે એ દરિયા કિનારેથી નશીલા ડ્રગ્સનો કારોબારીઓ સક્રિય થઈ ગયા છે. ભારતમાં મુખ્યત્વેેે પાકિસ્તાન અફઘાનિસ્તાન અને મ્યાનમારમાંથી ગેરકાયદેસર ડ્રગ ઘુસાડવામાં આવે છે. ભારત ભૌગોલિક રીતે ગોલ્ડન કેસેન્ટ અને ગોલ્ડન ટ્રાયેન્ગલ નામે ઓળખાતા વિસ્તારના દેશો સાથે જમીન અને ે દરિયાઈ માર્ગથી જાેડાયેલુ છે. ગોલ્ડન કેેસેન્ટ એટલે ઈરાન પાકિસ્તાન અને અફઘાનિસ્તાન,

આ ત્રણે દેશો અફીણની ગેરકાયદેેસર ખેતી અને હેરોઈન ઉત્પાદનના મોટા થાણા છે. અફઘાનિસ્તાનનું તો અર્થતંત્ર જ અફીણની ખેતી માટેે અને તેના ગેરકાયદેેસર કારોબાર ઉપર આધારીત છે. ગોલ્ડન ટ્રાએન્ગલ એટલે કે મ્યાનમાર, લાઓસ અને થાઈલેન્ડ. તેમાં મ્યાનમાર સાથે ભારતની ૧૬૪૩ કી.મી. લાંબી સરહદ છે. મ્યાનમારમાંથ નોર્થ ઈસ્ટના અરૂણાચલ પ્રદે, મણીપુર અને મિઝોરમમાં ડ્રગ ઘુસાડવામાં અવો છે. અને ત્યાંથી તેેની આખા ભારતમાં સપ્લાય કરવામાં આવે છે.

ભારતમાં અત્યાર સુધી પાકિસ્તાનથી આવતા ે નશીલા પદાર્થો માટે પંજાબ પ્રવેશદ્વાર સમાન હતુ. પાકિસ્તાની એજન્ટો આપણી સરહદમાં નાના નાના પેકીંગમાં ડ્રગનો જથ્થો ફેંકી જતાં અને અહીંના એજન્ટો એ હસ્તગત કરી લેતા. પાકિસ્તાન દ્વારા ડ્રગ ફેંકવા માટે ડ્રોનનો ઉપયોગ પણ કરવામાં આવે છે. જાે કે પંજાબની સરહદ ઉપર સુરક્ષા વ્યવસ્થા વધુ સંગીન બન્યા બાદ ત્યાંથી ડ્રગની દાણચોરી કરવાનું મુશ્કેલ બન્યુ છે. એ સંજાેગોમાં હવે દરિયાઈ રસ્તે માલ પહોંચાડવાનું શરૂ કરાયુ છે. અને તે સંદર્ભેેેે સૌરાષ્ટ્ર કચ્છના દરિયાઈ વિસ્તારની ફરી એક વખત ડ્રગ દણચોરી માટે ઉપયોગ શરૂ થયો છે.

ભારતમાં ડ્રગનું દૂષણ ખુબ ચિંતાજનક રીતે વધી રહ્યુ છે. અને સાથે જ ગેરકાયદેસર નશીલા પદાર્થોનો કારોબાર પણ કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. સરકારે જાહેેર કરેલા સત્તાવાર આંકડા મુજબ ર૦૦૬ થી ર૦૧૩ વચ્ચેેેે દેશમાં કુલ ૧.પર લાખ કિલો ડ્રગ ઝડપાયુ હતુ. તેની સામે વિવિધ એજન્સીઓએ ર૦૧૪થી ર૦રર વચ્ચે ૩.૩૦ લાખ કિલો ડ્રગનો જથ્થો જપ્ત કર્યો હતો. ર૦૦૬ થી ર૦૧૩ વચ્ચે ડ્રગ હેરાફેરી અને વેચાણના ૧ર૬૭ ગુના નોંધાયા હતા. જેમાં ૧૩૬ર લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

છેલ્લા નવ વર્ષમાં ર૦૧૪ થી ર૦રર વચ્ચે એ આંકડામાં ૪૦૦ ટકાનો વધારો થયો હતો. એ દરમ્યાન ૩૧૭રકેસમાં ૪૮૮૮ લોકોની ધરપકડક રવામાં આવી હતી. આ આંકડા ભારતમાં ઈ હદે નશીલા પદાર્થનો ઉપયોગ વધ્યો છે તેની આછેરી ઝલક આપે છે. ખાસ કરીને ૧૦ થી ૧૭ વર્ષ વચ્ચેના બાળકોમાં શરાબ અને ડ્રગના સેવનનું વધતું જતું પ્રમાણ ખતરાની ઘંટી સમાન બની રહેવુ જાેઈએ.. એ વર્ષે જૂથના ૩૦ લાખ કિશોરો દારૂ પીવે છે. ૪૦ લાખ કિશોરો અફીણ અને ર૦ લાખ બાળકો ભંાંગના વ્યસની છે. પ૦ લાખ કિશોરો સિગારેટ દ્વરા અથવા સુુંઘીનેેે હેરોઈનનો નશો કરે છે. જ્યારે બે લાખ બાળકો કોકેઈન અને ચાર લાખ બાળકો એેમકેટેમીન પદાર્થોનો છૂટથી ઉપયોગ કરતા થઈ ગયા છે. કુલ ૧.પ૮ કરોડ કિશોરો નશીલા દ્રવ્યોના આદી થઈ ગયા છે.

ભારત સરકારના સોશ્યલ જસ્ટીસ એન્ડ એમ્પાવરમેન્ટ મંત્રાલયે જાહેર કરેલા રીપોર્ટમાં જણાવ્યા અનુસાર ભારતની ૧૪.૭ ટકા વસ્તી એટલે કે ૧૬ કરોડ લોકો દારૂના વ્યસની બની ચુક્યા છે. તેમાંથી ૩૦ ટકા લોકો દેશી દારૂ અને ૩૦ ટકા લોકો સ્પિરીટમાંથી બનતા કન્ટ્રીમેઈન દારૂનું સેેવન કરે છે. આ આંકડામાં ક્યારેક શોખ ખાતર કે મોજ માટે ઘુંટડા મારી લેતા લોકોનો સમાવેશ નથી થતો.

ભારતમાં છ કરોડ લોકો નશીલા પદાર્થના સેવનને કારણે થતી ગંભીર પ્રકારની શારીરિક અને માનસિક બિમારીનો ભોગ બન્યા છે. દેશના ર કરોડ કરતા વધારે લોકો શરાબ સિવાયના નશીલા દ્રવ્યોના ગુલામ થઈ ગયા છે. ૧.૧૮ કરોડ લોકો ભાંગ અને ૧.૯૦ કરોડ લોકો ચરસ અનેેે ગાંજાનો ઉપયોગ કરે છે. ર.રર કરોડ લોકોે અફીણ તેમજ પાવડરના સ્વરૂપમાં અશુધ્ધ હેરોઈન બ્રાઉન પાવડરનું સેવન કરે છે.

દસ લાખ લોકો કોકેઈન અને ૪૦ લાખ લોકો ઉતંજના પેદા કરતા એમકેટેમીન પદાર્થોનો ઉપયોગ કરે છે. આ નશીલા દ્રવ્યોનું સૌથી વધારે પ્રમાણ યુપી, પંજાબ, હરિયાણા, દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન્, આંધ્ર પ્રદેશ અને ગુજરાત અને નોર્થ ઈસ્ટ રાજ્યોનું છે. ઉત્તર પ્રદેશના ૧ લાખ લોકો પંજાબના ૮૮ હજાર અને દિલ્હીના ૮૬ હજાર લોકો સહિત દેશમાં કુલ આઠ લાખ લોકો ઈન્જેકશન દ્વારા ડ્રગ લે છે. ગુજરાતની હાલત પણ વખાણવા જેવી નથી.

ર૦ર૧માં રાજ્યસભામાં જાહેર કરયા મુજબ ગુજરાતના ૮ ટકા લોકો એટલેે અંદાજે ૩૬.પ લાખ લોકો જુદા જુદા નશાના બંધાણી છે. ૪.૩ ટકા એટલે કે ૧૯.પ૩ લાખ લોકો દારૂના વ્યસની છે. ૩.૬૪ લાખ લોકો જુદા જુદા નશાના બંધાણી છે. ૪.૩ ટકા લોકો એટલે કે ૧૯.પ૩ લાખ લોકો દારૂના વ્યસની છેે. ૩.૬૪ લાખ લોકો ગાંજાે,ચરસ અને ભાંગના બંધાણી છે. ૬.૬૪ લાખ લોકો અફીણ અને વિવિધ પ્રકારના પેઈન કિલર ડ્રગનો નશા માટેેેેે ઉપયોગ કરે છે. ૬.ર૮ લાખ ગુજરાતીઓ નશા માટે ઘેનની દવા વાપરે છે. જ્યારે ૩૬ હજાર લોકો સુંઘીને ે ઉપયોગમાં લેવાતા નશાકારક પદાર્થોનો ઉપયોગ કરે છે. આ બધા સત્તાવાર આંકડાઓ છે. વાસ્તવમાં આ સંખ્યા મોટી હોવાનું માનવામાં ાવે છે. ગુજરાતમાં ગામેગામ ડ્રગ્સનું દૂષણ ઘર કરી ગયુ છે. દારૂબંધીવાળા ગાંધીના ગુજરાત માં આ દૂષણ આટલુ વ્યાપક એટલે બન્યુ કે દારૂ અને ડ્રગ્સ સહેલાઈથી મળી રહેે છે.અન્ય રાજ્યોમાંથી બેરોકટોક દારૂના ટ્રક ગુજરાતમાં ઠલવાતા જાય છે. અને ઉપરથી સૌરાષ્ટ્ર કચ્છ ડ્રગ ટ્રાફિકીંગના હબ બની ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.