તમારા બાળકની મોબાઈલની આદત માટે ક્યાંક તમે પોતે તો જવાબદાર નથી ને?
તમારા ઘરમાં નો ગેજેટ ઝોન છે ખરો ?
તન્વી તોફાન ન કરીશ, દિવ્યાએ બૂમ પાડીને ચાર વર્ષની દીકરીને કહ્યું તન્વી દોડાદોડી કરી રહી હતી. અને હલ્લો બોલાવી રહી હતી. દિવ્યા પોતાના કામમાં વ્યસ્ત હતી. તન્વી બે વાર રસોડામાં આવીને કહી ગઈ કે મમ્મા, ચાલને મારી સાથે થોડીવાર રમને, મને ગાર્ડનમાં લઈ જાને. તન્વીની કાલીઘેલી ભાષા સાંભળીને દિવ્યાને મન તો થઈ ગયું પણ રસોઈ બાકી હતી. હવે તે રસોઈના સમયે દીકરીને બહાર લઈ જાય તો સ્વાભાવિક છે કે ઘરમાં બધાં જ જમ્યા વગર રહે. એટલે તેણે તોફાન કરતી અને જીદ કરતી તન્વીને મોબાઈલ પકડાવી દીધો. દસ સેકન્ડ પહેલાં ઘરમાં જે અવાજ થઈ રહ્યો હતો.
હલ્લો બોલી રહ્યો હતો તે એકદમ શાંત થઈ ગયો. તન્વી એકદમ ચૂપ થઈને સોફા ઉપરસૂતા સૂતાં મોબાઈલ જાેવા લાગી. આવું દરેક વાર બનતું. તન્વી તોફાન કરે, કયાંય બહાર ગયા હોય અને કોઈ વાતે જીદ કરે અથવા તો બહાર પણ તોફાન કરવા લાગે ત્યારે એને મોબાઈલ આપી દેવામાં આવતો હતો. આ કારણે તન્વીને મોબાઈલની આદત પડી ગઈ હતી. તે જાણી જાેઈને મોબાઈલ જાેતો હોય ત્યારે આમ તોફાન કરવા લાગે, જેથી મમ્મી તેને મોબાઈલ પકડાવી દે. આપણે સમજીએ એના કરતા વધારે આ યુગના બાળકો સ્માર્ટ હોય છે. તેઓ ભલે કાલીઘેલી ભાષા બોલે પણ પોતાના માતા-પિતાના બીહેવિયરને એકદમ પારખતાં હોય છે.
જેમ તોફાન કર્યા બાદ મમ્મી-પપ્પા પાસેથી વઢ ન સાંભળવી પડે એટલે બાળકો રડવા લાગે છે અથવા તો કારણ વગર વ્હાલા થાય છે, જેથી તેઓ પીગળીને તેમને ખીજાય નહી સાવ નાની ઉમરેય બાળકો સમજતા હોય છે કે પોતે જાે આામ કરશે તો મમ્મી-પપ્પા હસી પડશે અને વઢશે નહી.ખેર, સામે પક્ષે આરવનો કેસ અલગ જ હતો. આરવના પેરેન્ટસ ઘણી વાર રાત્રે બેડરૂમમાં મોબાઈલ લઈને તેની અંદર કંઈક જાેતાં હોય ત્યારે આરવ કેલો રમવાને બદલે મમ્મી-પપ્પાનું એટેન્શન ગ્રેબ કરવા કંઈકને કંઈક એવા નખરા કરે જેથી તેઓ મોબાઈલ એક તરફ મુકીને તેને એટેન્શન આપે. જાેરાતના સમયે તેના મમ્મી કે પપ્પા કોઈ સાથે ફોન ઉપર વાત કરતા હોય તો આરવ મોટે મોટેથી ગીતો ગાવા લાગે. બૂમો પાડે અથવા તો તોફાન કરવા લાગે. આખો દિવસ મમ્મી-પપ્પા સાથે ન હોય અને રાત્રે મળ્યા હોય ત્યારે તેની ઉપર ધ્યાન આપવાને બદલે જાે તેઓ મોબાઈલ સર્ફિંગમાં લાગી જાય તો આરવ ધમાલ કરી મુકે. આખો દિવસ માતા-પિતાથી દૂર તેને રાત્રિના સમય ેતો પોતાના પેરેન્ટસનો સમય જાેતો હોય એમાં કંઈ ખોટું નથી. આરવ એટેન્શન માટે આવુ ંકરી રહ્યો છે તેની જાણ થતાં જ તેના પેરેન્ટસે પોતાના બેડરૂમને સોશિયલ મીડિયા અને નો મોબાઈલ ઝોન બનાવી દીધો.
તમને જાેઈને બાળકો શીખે છે ઃ હમણાં જ પ્રાઈમ મિનિસ્ટર મોદીએ પરીક્ષા પે ચર્ચા ઉપર એક વાત કરી, તેમણે કહ્યું કે બાળકો માટે ઘરમાં એક નો નો ગેજેટ ઝોન બનાવો. હવે વાત એવી છે કે નો મોબાઈલ ઝોન કે નો ગેજેટસ ઝોન એ તો બરાબર છે, કારણ કે ઘરના દરેક ખૂણામાં ગેજેન્ટ્સ હોતા નથી. પણ આપણી આદતો ઘરના ખૂણેખૂણાને ગેજેટ્સ ફ્રેન્ડલી બનાવે છે. આપણને જ આપણા કામને એક તરફ મુકીને મોબાઈલ સર્ફિંગ કરવાની આદત પડી ગઈ છે. ઘણીવાર કામ એક તરફ મૂકીને તો ઘણીવાર કામ પતે એટલે તરત જ આપણે સર્ફિંગ કરવા બેસી જઈએ છીએ.
યુવકોને જેમ પાન, મસાલા અને સિગારેટની લત લાગે છે એમ હવે લોકોને મોબાઈલની લત પણ લાગવા માંડી છે. આપણાં કામનું હોય ન હોય છતાં આપણે એની અંદર સમયને ગુમાવ્યા કરીએ છીએ. આપણને જાેઈને આપણાં બાળકો પણ એ જ કરતાં શીખે છે. માતા-પિતાને મોબાઈલ વાપરતાં જાેઈને તેમની અંદરની જિજ્ઞાશા પણ સળવળે છે કે આ શું છે જે મમ્મી-પપ્પા જાેયા કરે છે, પરિણામે સાવ નાની ઉંમરેય બાળક તેના પેરેન્ટ્સના હાથમાંથી મોબાઈલને છિનવવા પ્રયત્ન કરે છે. ઘણા કેસમાં તો પેરેન્ટ્સ પોતે જ બાળકોને શાંત કરાવવા, જમાડવા કે પોતાનું કાર્ય પતાવવા તેમના હાથમાં મોબાઈલ પકડાવી દેતાં હોય છે. એ કારણે ધીમેધીમે બાળકો પણ તેના આદી બની જાય છે તેમના અડધા તોફાન આ કારણે અને બીજા અડધા એમાંથી જાેઈને ડેવલપ થાય છે.
ફરિયાદ પહેલાં કારણ સમજાે ઃ ઘણાં પેરેન્ટ્સની એવી ફરિયાદ હોય છે કે મારું બાળક બહુ જ મોબાઈલનો ઉપયોગ કરે છે, તેનું ભણવામાં ધ્યાન જ નથી, તો આ ફરિયાદ કરતાં પહેલા બાળક કેમ આવું કરે છે તેનું કારણ સમજાે. તમે જાણો કે તમારું બાળક શા માટે તેનું આદી બન્યું છે. શું આ પાછળ તમે પોતે જ જવાબદાર નથીને? આ સાદો સવાલ જાતને પૂછો અને તેનો ઓનેસ્ટ આન્સર પણ જાત પાસેથી જ મેળવો. આપણાં બાળકોની મોબાઈલ જાેવાની લત અને જીદ પાછળ ક્યાંક ને ક્યાંક આપણે જ જવાબદાર હોઈએ છીએ. એક ઉંમરે તેને આપણી મોકળાશને કારણે મોબાઈલ આપતાં આપણે એવું નથી વિચારતાં કે આગળ જઈને આ વસ્તુ બંને માટે જાેખમી બની શકે છે.
ભલે તમે મોબાઈલની અંદર તમારા બાળકોને ટાઈમ જાેવા જ આપતા હો તેો તેની આદત ખોટી છે, કારણ કે અમુક સમય સુધી જ ડાહ્યું થઈને રાઈમ જાેતુ ંબાળક સમય જતા શોટ્સ અને રીલ્સ પણ જાેતું થઈ જાય છે. સમય જતા ગેમ્સ પણ રમવા લાગે છે અને જયારે તમને સમજાય કે હવે તેની આ આદત તેના ભણવામાં સમસ્યા સર્જી રહી છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. કારણ કે અમુક ઉંમર બાદ બાળકોને મોબાઈલની લતથી દૂર કરવા એ લોખંડના ચણા ચાવવા જેવું કઠિન હોયછે. આ પ્રોસેસમાં પહેલા ંતો તમારે બાળકોને બળવાખોર બનતા જાેવા પડે છે, પછી તેના કોન્સન્ટ્રેશનને ઈજા થવી જાેવી પડે છે, તેનું વર્તન પણ બદલાઈ જતું હોય છે અને ભણવા ઉપર પણ અસર થાય છે.