યુધ્ધમાં જીતે કોઈપણ, માનવતા હંમેશા હારે જ છે
સમગ્ર દુનિયા કારમી મંદીના માર સામે ઝઝૂમી રહી છે, પરંતુ યુક્રેન-રશિયા યુધ્ધના મોતના બજારમાં સહેજ પણ મંદી જાેવા મળતી નથીઃઆ યુધ્ધના કારણે દુનિયાભરમાં ખાદ્ય અને ઉર્જા સંકટ ઘેરૂ બન્યુ છે
વર્ષ ર૦ર૩ના જાન્યુઆરી મહિનાનો અંત ભલે આવ્યો હોય, પરંતુ હજુ સુધી રશિયા અને યુક્રેન વચચેના ભીષણ યુધ્ધનો કોઈ અંત ેદેખાતો નથી. આ યુધ્ધમાં યુક્રેન તો બરબાદ થઈ જ ચુક્યુ છે. પરંતુ રશિયાને પણ ઘણું મોટુ નુકશાન થયુ છે. આ યુધ્ધ વૈશ્વિક રાજનીતિ અને અર્થ વ્યવસ્થા પર વ્યાપક માઠી અસર પહોંચાડીને તેના પાયા પણ હચમચાવી દીધા છે. ર૪મી ફેબ્રુઆરી, ર૦રરનો એ કાળો દિવસ, જ્યારે રશિયાએ યુક્રેન પર હુમલો કરી દીધો હતો. રશિયાના તાબડતોબ અને આક્રમક હુમલાઓથી એવું લાગી રહ્યુ હતુ કે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારે ઉતાવળમાં છે અને યુધ્ધ તથા યુક્રેન બંન્ને એક-બે સપ્તાહમાં જ ખતમ થઈ જશે.
યુધ્ધની ભીષણ જ્વાળાઓમાં ખાખ થતુ યુક્રેન ભયાનક ડરમાં જીવતા પરિવારો, વિખેરાતુ બાળપણ, સતત આંસુ સારતા મા-બાપ, યુક્રેનના એક પછી એક મુખ્ય શહેરો, પર રશિયન સૈન્ય દ્વરા ઝીંકાતી મિસાઈલો, શાંતિનેેેે ચીરતા બોમ્બના ધડાકા અને મરણચીસો, આ દ્રષ્યો જાેઈનેે દુનિયાભરના લોકો હચમચી ઉઠ્યા હતા. અને દરેક વ્યક્તિ ઇચ્છતી હતી કે રશિયા આ યુધ્ધનો અંત લાવે. પરંતુ એવું બન્યુ નથી. રશિયા અને યુક્રેન બંન્ને દેશના ટોચના નેતાઓના દિલ આટલી તબાહી જાેયા પછી પણ પીગળતા નથી એ આશ્ચર્યની વાત છે.
અમેરીકા અને નાટો દેશો પાસેથી સતત મળી રહેલા હથિયારોના દમ પર યુક્રેન રશિયાની સેનાને મોટુ નુકશાન પહોંચાડી રહ્યુ છે. તો બીજી તરફ રશિયા પણ યુક્રેનની રાજધાની કીવ, સહિતના તમામ, મોટા શહેરોને ટાર્ગટ બનાવીનેેેે સતત મિસાઈલમારો કરી રહ્યુ છે. યુધ્ધના આ વિનાશમાં જીંદગી ખતમ થઈ રહી છે. આ ભયાનક યુધ્ધમાં યુક્રેન હવેે અમેરીકા, યુરોપિયન, દેશો અને સહયોગી દેશો માટે ટેસ્ટીંગ લેબ બની ગયુ છે. આ તમામ દેશો યુક્રેનને સમર્થન આપવાના નામે પોતાના આધુનિક અને ઘાતક હથિયારોનું પરિક્ષણ કરી રહ્યા છે.ે અને તેને પારખી રહ્યા છે કે તે કેટલા કારગત છે. હકીકતમાં આટલી મોટી સંખ્યામાં હથિયારોનો ઉપયોગ આ પહેલાં એકસાથે ક્યારેય નથી થયો. નાટો દેશોએ પણ મદદ કરવાના નામે યુક્રેનને હથિયારોની આધુનિક પ્રયોગશાળા બનાવવામાં કોઈ કસર છોડી નથી. તાજેતરમાં જારી કરવામાં આવેલા સતાવાર આંકડાઓ અનુસાર આ યુધ્ધમાં અત્યાર સુધી યુક્રેનના૧૮,૪૮૩ નાગરીકો પ્રભાવિત થયા છે. જેમાંથી કેટલાંકે પોતાના જીવ ગુમાવ્યા છે અને કેટલાંક ગંભીર રીતે ઘવાયા છે.
સંયુક્ત રાષ્ટ્ર (યુએન) ની માનવાધિકાર એજન્સીના ડેટા અનુસાર યુક્રેેન વિરૂધ્ધ રશિયાના યુધ્ધમાં ર૪ ફેબ્રુઆરી, ર૦રરથી રર જાન્યુઆરી, ર૦ર૩ દરમ્યાન ૭૦૬૮ નાગરીકો માર્યા ગયા હતા. અને ૧૧,૪૧પ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી કેટલાંકની હાલત તો ખુબ જ ગંભીર છે. એજન્સીએેે આ સાથે એવો દાવો પણ કર્યો છે કે વાસ્તવિક આંકડો આના કરતાં ક્યાંયે વધારે હોવાની આશંકા છે. અનેક મૃત નાગરીકોની જાણ તો હજુ યુક્રેનના પ્રશાસનને પણ નથી.
સમગ્ર દુનિયા એક તરફ કારમી મંદીના માર સામે ઝઝૂમી રહી છે. પરંતુ યુક્રેન-રશિયા યુધ્ધના મોતના બજારમાં સહેજ પણ મંદી જાેવા મળતી નથી.આ યુધ્ધના કારણે દુનિયાભરમાં ખાદ્ય અને ઉર્જા સંકટ ઘેરૂ બન્યુ છે.અમેરીકા અને યુરોપને જાણે આ વાતોથી કોઈ ફરક જ નથી પડી રહ્યો. તેઓ સતત યુક્રેનને અબજાે ડોલરના હથિયારો અને ગોળા બારૂદ પૂરા પાડી રહ્યા છે. યુક્રેન આ સહાય અને હથિયારોના જાેરે જ આજદિન સુધી રશિયા સામેે ટક્કર ઝીલી રહ્યુ છે.
યુધ્ધ નિષ્ણાંતોનું કહેવું છે કે આ યુધ્ધની આડમાં અનેક આર્મ્સ ડીલર તેમના હથિયારોનો જંગી જથો યુક્રેનમાં ઠાલવી રહ્યા છે. હથિયારોનો કાળો કારોબાર આ યુધ્ધને વધુ ભીષણ બનાવી રહ્યુ છે. હથિયારોના આ ધંધા પર કોરોના મહામારી, વૈશ્વિક મંદી કે પછી બીજા કોઈ પરિબળની સહેજ પણ અસર જાેવા મળી નથી એ નવાઈની વાત છે.
એક રીપોર્ટ અનુસાર અમેરીકા ની હથિયાર કંપનીઓએે વર્ષ ર૦ર૧માં જ કુલ ર૯૯ અબજ ડોલર ના હથિયારો વેચ્યા છે. અને આ લીસ્ટમાં એમેરીકાની ૪૦ હથિયાર બનાવતી કંપનીઓ સામેલ છે. અમેરીકાએ થોડા દિવસ પહેલાં જ યુક્રેનને ે ર.પ અબજ ડોલરની સૈન્ય સહાય આપવાની જાહેરાત કરી હતી. આ મદદથી પણ યુક્રેન નવા હથિયારો અને ગોળાબારૂદ જ ખરીદવાનું છે.
દુનિયાએેે ભયાનક પરિણામો વાળા બીજા વિશ્વયુધ્ધમાંથી પણ કોઈ સબક લીધો નથી. એ બહુ ચોંકાવનારી વાત છે. પુતિન આજે પણ સતત પરમાણું હુમલાની ધમકી આપી રહ્યા છે. અને તેની સામે ઝેલેન્સ્કી પણ મિત્ર દેશોના ભરોસેે હુંકાર કરી રહ્યા છે. એક વાત તો ફરી સાબિત થઈ રહી છે કે યુધ્ધમાં કોઈની પણ જીત થાય, પરંતુ માનવતા હંમેશા હારે જ છે.