અભિનેત્રી પ્રિયંકા ચોપરા પરિવાર સાથે વેકેશન પર
મુંબઈ, પાવરફુલ સેલિબ્રિટી કપલમાંથી એક પ્રિયંકા ચોપરા અને નિક જાેનસ હાલ અમેરિકાના કોલોરાડોના એસ્પનમાં વેકેશન એન્જાેય કરી રહ્યા છે. તેઓ તેમની એક વર્ષની દીકરી માલતી મેરી ચોપરા જાેનસને સાથે ગઈ ગયા છે તો કેટલાક મિત્રો પણ તેમની સાથે જાેડાયા છે.
મંગળવારે રાતે પોપ્યુલર અમેરિકન સિંગર નિકે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર વેકેશનની ઝલક દેખાડતી કેટલીક સુંદર તસવીરો શેર કરી હતી. જેમાં તેઓ બંને બ્લેક શ્ વ્હાઈટ કલરના સ્કી વેઅરમાં જાેવા મળ્યા તો સ્સ્એ (માલતી મેરીનું હુલામણું નામ) વ્હાઈટ અને પિંક કલરનું વિન્ટર આઉટફિટ પહેર્યું હતું.
પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું ‘એસ્પન ફોટો ડમ્પ. પોસ્ટની પહેલી તસવીરમાં જાેઈ શકાય છે કે, નિક જાેનસે દીકરી માલતી મેરીને તેડીને ઉભી રહેલી પત્ની પ્રિયંકાની કમર ફરતે હાથ વીંટાળ્યો છે. તેઓ ત્રણેય ત્યાંના સુંદર નજારાનો આનંદ માણી રહ્યા છે, તેમાંથી કોઈનો પણ ચહેરો દેખાઈ રહ્યો નથી.
બીજી તરફમાં કપલ બરફથી રમી રહ્યા છે, પ્રિયંકા નાના બાળકની જેમ નિક પર બરફનો ગોળો બનાવીને ફેંકી રહી છે. એક તસવીરમાં કપલે બરફ પર ઊંઘીને ખૂબ જ રોમેન્ટિક પોઝ આપ્યો છે. એક પ્રિયંકાની સોલો તસવીર પણ છે, તો એકમાં તે પોતે ડ્રિંક લઈ રહ્યો છે.
આ સાથે સિંગરે ટ્રિપમાં સાથે જાેડાયેલા મિત્રનો સાથેની પણ તસવીર શેર કરી છે. પોસ્ટ પર કોમેન્ટ કરતાં ફેન્સે બંનેની જાેડીના વખાણ કર્યા હતા અને તેઓ હંમેશા સાથે સારા લાગતા હોવાનું લખ્યું હતું. તો કેટલાક ફેન્સે પ્રેમ વરસાવતા રેડ હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યા હતા.
પ્રિયંકા ચોપરા અને નિક જાેનસની દીકરી ગત મહિને જ એક વર્ષની થઈ. કપલ આમ તો અત્યારસુધીમાં તેની સાથેની ઘણી તસવીરો શેર કરી ચૂક્યું છે. જાે કે, દરેકમાં મોં છુપાવ્યું છે. પરંતુ જાન્યુઆરીના અંતમાં એક ઈવેન્ટમાં હાજરી આપવા દરમિયાન એક્ટ્રેસે આખરે દીકરીનો ચહેરો દેખાડી દીધો હતો. નિકને એવોર્ડ મળ્યો તે દરમિયાન નાનકડી માલતી મેરીએ મમ્મીના ખોળામાં બેસીને ચીયર કર્યું હતું.
તેની તસવીરો પર કપલના ફેન્સે ખૂબ પ્રેમ વરસાવ્યો હતો અને તે પપ્પાની કાર્બન કોપી લાગતી હોવાનું કહ્યું હતું. પ્રિયંકા અને નિકે ૨૦૧૮માં રાજસ્થાનના ઉમૈદ ભવનમાં લગ્ન કર્યા હતા અને ૨૦૨૨માં સરોગસીથી માતા-પિતા બન્યા હતા.
સરોગસીનો માર્ગ કેમ પસંદ કર્યો તે અંગે ખુલાસો કરતાં એક મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં પ્રિયંકા ચોપરાએ જણાવ્યું હતું કે ‘મને મેડિકલ કોમ્પિલકેશન છે. તેથી, આ જરૂરી પગલું હતું. હું આ કરી શકું તેવી સ્થિતિમાં છું તે માટે કૃતજ્ઞ છું. અમારી સેરોગેટ ખૂબ ઉદાર, દયાળુ, પ્રેમાળ અને રમૂજી હતી. તેણે છ મહિના સુધી અમારી આ કિંમતી ભેટની સંભાળ લીધી હતી’.SS1MS