Western Times News

Gujarati News

ખાદીના કામદારોને 1 સૂતરની આંટી દીઠ હવે 10 રૂપિયા મળશે

KVICએ ખાદી સાથે સંકળાયેલા કામદારોની આવક રૂ. 7.50 પ્રતિ હેંકથી વધારી રૂ. 10 કરી

કચ્છ, ગુજરાત ખાતે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગની KVICની 694મી બેઠક દરમિયાન લેવાયો ઐતિહાસિક નિર્ણય

આપણા ગતિશીલ પ્રધાનમંત્રી શ્રીની પ્રેરણાથી અને ખાદી કપાસ-વણકરોના યોગદાનને ધ્યાનમાં રાખીને, 30 જાન્યુઆરી, 2023ના રોજ કચ્છ, ગુજરાત ખાતે શ્રી મનોજ કુમારની અધ્યક્ષતામાં ખાદી અને ગ્રામોદ્યોગ આયોગની KVICની 694મી બેઠક દરમિયાન, આવક વધારવા માટે વેતન રૂ.7.50 પ્રતિ હેંક (સૂતરની આંટી)થી વધારીને રૂ.10 કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે, જેનાથી કારીગરોની માસિક આવકમાં આશરે 33% અને વણકરોના વેતનમાં 10%નો વધારો થશે. આ નિર્ણય 1 એપ્રિલ 2023થી લાગુ થશે.

આપણે બધા જાણીએ છીએ કે સ્વદેશીને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગરીબમાં ગરીબના હાથમાં કામ આપવા અને તેમની આવક વધારવાના ઉદ્દેશ્ય સાથે ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનો ખરીદવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચો પર સતત અપીલ કરી રહ્યા છે, પરિણામે આપણા કારીગરોના હાથમાં વધુ આવક આવશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમના રેડિયો પ્રસારણ કાર્યક્રમ “મન કી બાત” દ્વારા ઘણી વખત “ખાસ કરીને યુવાનોને” ખાદી ખરીદવાની અપીલ કરી છે. પરિણામે, ખાદી ઉત્પાદનોનું વર્ષ-વર્ષે રેકોર્ડ વેચાણ થયું છે. પ્રધાનમંત્રીએ ખાદીને વારંવાર લોકપ્રિય બનાવવા માટે “ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન અને ખાદી ફોર ટ્રાન્સફોર્મેશન” ના સૂત્ર સાથે ખાદીને અપનાવવા અને ખાદીનું ઉત્પાદન અને વેચાણ વધારવાના દરેક સંભવિત પ્રયાસોની પ્રશંસા કરી છે.

આ પ્રસંગે KVICના અધ્યક્ષ શ્રી મનોજ કુમારે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2021-2022માં ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનોનું ઉત્પાદન 84,290 કરોડ અને વેચાણ 1,15,415 કરોડ હતું. આ વર્ષે 2જી ઓક્ટોબરે ખાદી ઈન્ડિયાના CP આઉટલેટે એક જ દિવસમાં રૂ.1.34 કરોડના ખાદીના વેચાણનો નવો રેકોર્ડ બનાવ્યો છે. જેનો શ્રેય આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ખાદી ખરીદવા માટે દેશના લોકોને અને ખાદી ઉત્પાદન અને વેચાણના કામમાં રોકાયેલા લાખો કારીગરો અને ખાદી કામદારો માટે કરવામાં આવેલા ક્લેરિયન કોલને જાય છે, જેઓ અથાક મહેનત કરે છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગ્રામ્ય સ્તરે ખાદી કામદારોને પ્રોત્સાહિત કરવા અને ખાદી ઉત્પાદનમાં વધારો કરવાના ઉદ્દેશ્ય સાથે, જેના પરિણામે શ્રેષ્ઠ રોજગારીનું સર્જન કરીને ગ્રામીણ-અર્થતંત્રને મજબૂત બનાવવા, KVIC દ્વારા ખાદી કામદારો સાથે છેલ્લા કેટલાક મહિનામાં ખાદીસંવાદની શ્રેણીનું દેશના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત સંસ્થાઓ અને સંગઠનો સાથે આયોજન કરવામાં આવ્યું છે. તેમની સમસ્યા સમજવા અને તેમનામાં નવી ઊર્જાનો સંચાર કરવા તેમણે તેમની સાથે સીધો સંવાદ કર્યો.

તેમણે કહ્યું કે ‘ખાદીસંવાદ’ દરમિયાન તેમને જાણવા મળ્યું કે ખાદી ક્ષેત્રના સ્પિનર્સ અને વણકરોએ ખાદીનું ઉત્પાદન વધારવામાં વિશેષ યોગદાન આપ્યું છે અને તેમના મહેનતાણા વધારવાની માંગ દાયકાઓથી પેન્ડિંગ છે. આ માંગણીને ગંભીરતાથી લેવામાં આવી હતી અને જે KVICની 694 મી બેઠકમાં લેવામાં આવી હતી જ્યાં તેમના અધ્યક્ષ શિપ હેઠળ તેમની આવક વધારવા અને વધુ દેશવાસીઓને ખાદી તરફ આકર્ષવા માટે વેતનમાં 33 ટકાનો સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ખાદી કામદારો અને ખાદી સંગઠનોની આ માંગને ધ્યાનમાં લઈને KVIC એ તેની 694મી બેઠકમાં ખાદી-ગ્રામ્ય ઉદ્યોગ કાર્યક્રમ સાથે સંકળાયેલા કામદારોના હાથમાં મહત્તમ નાણાં આપવા, તેમની આવકના સ્ત્રોતમાં વધારો કરવા અને તેમની આર્થિક સ્થિતિમાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. આ ઐતિહાસિક નિર્ણય મજબૂત, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મદદ કરશે.

ખાદીને વૈશ્વિક સ્તરે સ્થાનિક બનાવવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા 9 વર્ષોમાં ખાદી પ્રત્યેની તેમની અપીલ અને તેમના પ્રેમથી ખાદીને પુનર્જીવિત કરી છે. આ નિર્ણયથી ખાદી સહિત ભારતની સ્વદેશી પેદાશોની માંગમાં વધારો થયો છે, આ નિર્ણયથી ખાદી ક્ષેત્રમાં ખુશીની લહેર છે, ખાદી ક્ષેત્રે વધુને વધુ રોજગારીનું સર્જન થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.